ગુજરાત
Trending

ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત

  • કિરણ ઠાકોર નામના વ્યક્તિનું મોત
  • સચિવાલયમાં કિરણ ઠાકોર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું
  • DG ઓફિસથી માત્ર પોણા કિલોમીટરના અંતરે ફયારિંગની ઘટના

ગાંધીનગર(Gandhinagar) : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે ખૂની ખેલ ખેલાયો છે. ગાંધીનગર છેલ્લા કેટલાય સમયથી આંદોલન નગર બની ગયું છે. ચૂંટણી આવતા વિવિધ સંગઠનો સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પોલીસનો કાફલો ગાંધીનગરમાં ખડેપગે છે ત્યારે આ બધા વચ્ચે ગાંધીનગરમાં આજે ખૂની ખેલ ખેલાયો છે. ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બાજબતા વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

ગુજરાતના પાટનગરમાં આજે ખૂની ખેલ ખેલાયો છે. બીજ નિગમની કચેરી નજીક કોઈ કારણો સર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં ઇન્દ્રોડાના કિરણ ઠાકોર નામન વ્યક્તિનું મૃત્યુ થયું છે. અજાણ્યા ઇસમો એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયા છે.

ફાયરિંગ કરી આરોપી ફરાર
કિરણ ઠાકોર આજે સવારે નોકરી સ્થળ પર જઈ રહ્યા હતા તે સમયે અજણાયા ઈસમો આવી ફાયરિંગ કરી ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા આ કર્મચારીનું મૃત્યુ થયું છે. પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે હત્યા કયા કારણોથી કરવામાં આવી છે તેનું રહસ્ય અકબંધ છે.

પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન
હત્યા અંગેની જાણ થતાની સાથે જ પોલસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

10 વર્ષથી સચિવાલયમાં ફરજ બજાવતો હતો મૃતક
ગાંધીનગરમાં 10.30 વાગ્યાની આસ પાસ ખેલાયો ખૂની ખેલ ખેલાયો જેમાં બાઇક પર આવેલા ઈસમોએ સચિવાલયમાં પ્યુન તરીકે ફરજ બજાવતા કર્મચારી કિરણ ઠાકોર પર ફાયરિંગ કર્યું જેમાં કિરણનું મૃત્યુ થયું છે. હત્યા અંગે મૃતકના પરિવારે જણાવ્યું કે અમારો ભાઈ છેલ્લા 10 વર્ષથી સચિવાલયમાં ફરજ બજાવે છે. કોઈની સાથે અંગત અદાવત ન નહીં. આ સાથે કોઈ સાથે પણ ઝઘડો પણ થયેલ નથી.

પીઠ પર ગોળી મારી કરી હત્યા
ઘટના અંગે પીઆઈ પી.બી ચૌહાણએ જણાવ્યું કે અમને ટેલિફોન મારફતે જાણ થઈ કે એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સ્થળ પર આવી તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલ વ્યક્તિ ઇન્દ્રોડાના રહેવાસી છે. કિરણજી ઠાકોર નામના વ્યક્તિને પીઠ પર ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી બાઇક પર આવ્યા હતા.

 

 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button