December 18, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ઓર્કિડના ફુલનો દિવ્ય શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો;હજારો ભક્તોએ કર્યો દર્શન

shree-kashtabhanjandev-hanumanji-decorated-with-orchid-flowers-and-offerings-of-sukhdi-on-the-occasion-of-tuesday-salangpurdham-botad-news

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે તારીખ 19-11-2024ને દાદાને વૃંદાવનમાં તૈયાર થેયલા વાઘા પહેરાવાયા છે, સિંહાસને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો છે.

મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેદસાગર સ્વામીએ કરી હતી.સાથોસાથ મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશીવર્કવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે જ દાદાના સિંહાસને ઓર્કિડના ફુલ અને નાળિયેરીના ગૂંથેલા પાનનો શણગાર કરાયો છે.

તો દાદા સમક્ષ આજે 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાયો છે. દાદાના સિંહાસને કરાયેલા શણગાર માટે ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરતમાં લક્ઝરી બસ બની બેફામ,કામરેજ નજીક ડ્રાઈવરે 7-8 વાહનોને લીધા અડફેટે; એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

KalTak24 News Team

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજ શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

KalTak24 News Team

નવસારીમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનું શાળામાં હાર્ટ એટેકથી મોત,સારવાર મળે તે પહેલા જ થયું મોત,પરિવાર શોકમાં

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં