Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીનું પાવન પર્વમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહસને દાદાના 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કર્યો હતો.આજે શ્રી હરિ મંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. લાખો લોકોએ નૂતન વર્ષે દાદાના દર્શન-આશીર્વાદ માટે સાળંગપુરધામમાં આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.
અન્ન એ જ બ્રહ્મ એ કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલયનો મુખ્ય આધારસ્તંભ છે. દર્શને આવનાર હરકોઈ ભક્તને દાદાની પ્રસાદી મળે એ જ આ નૂતન ભોજનાલયની ભક્તિ છે. એ ઉદેશ્યથી ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય સાળંગપુરધામમાં પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ લાડું,શાક,રોટલી,શીરો,દાળભાત,છાસ વિગેરે મહાપ્રસાદનો લાભ લીધો તથા લગભગ 25 લાખ લોકોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube