December 27, 2024
KalTak 24 News
Gujaratસુરત

સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્ય સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહ;પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત

grand sarvgyati samuh vivah sanskar was organized by Shri Swaminarayan Gadi Trust-Vadtal and Shri Lakshminarayan Dev Yuvak Mandal on the Surat News

Surat News: આજરોજ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ-સુરત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ સંસ્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ દિકરીઓના સમૂહમાં નહીં પણ પોતાના જ ઘર આંગણે પ્રેમ અને હેત સાથે ના લગ્ન સમારોહ જેવી અનુભૂતિ સાથે નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

આ લગ્ન સમારોહ માં દીકરીઓને ૧૩૬ કરતા વધારે વસ્તુ કરિયાવર માં ભેટ આપવામાં આવ્યો છે.આ સમૂહ લગ્ન સમારોહમાં 150 થી વધુ સ્વયમ સેવકો છેલ્લા 15 દિવસ થી સેવા કરી રહ્યા છે.સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા વૃંદાવન ફાર્મ અન્નપૂર્ણા હોટલ ની પાછળ કેનાલ રોડ કોસમાડા ખાતે વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો-મહંતોની સાથે સાથે વડતાલધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશિર્વાદ આપવા પધાર્યા હતા.

પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી આશીર્વાદ અને પ્રવચન આપતાં જણાવ્યું હતું કે,તમામ વર પક્ષ તથા કન્યાપક્ષ દાતાશ્રીઓ,તમામ સ્વયંસેવકો સામાજિક રાજકીય,તમામ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ આજે ઉપદેશ નહીં પરંતુ આનંદ માણવાનો દિવસે છે જેમના માતા-પિતાના ઘરે આ શુભ પ્રસંગ આવ્યો છે એટલું જ નહીં ભારતીય સનાતન પરંપરા છે કે આપણી સંસ્કૃતિ છે એને આપણે એક બહુ જ ઉમદા વસ્તુ જેની કિંમત અને મૂલ્ય હજુ આપણી ભારતની સંસ્કૃતિમાં જળવાઈ છે . જેને આપણે પરિવાર કહીએ છીએ ઘનાના મનમાં થાય છે કે ધર્મના ક્ષેત્રમાં આવા સામાજિક કાર્યો નું શું સ્થાન છે. આ લગભગ આપણા હરિભક્તો દ્વારા આવા સમૂહ લગ્ન થયા હોય એવું 11 કે 12 માં પ્રસંગ છે જેમાં મારે આવવાનું થયું છે.આ પ્રસંગથી વાત સમજી છીએ કે ભગવાને આ જીવાત્માને મનુષ્ય દેહ આપ્યો છે ત્યારે ચાર બંધનમાં જેમકે ધર્મ, અર્થ,કામ અને મોક્ષ. આધ્યાત્મિક ક્ષેત્રને પ્રોત્સાહન જીવાત્માનું કલ્યાણ છે.

વધુ માં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે જીવાત્માના કલ્યાણ માટે શિક્ષાપત્રી,અન્ય ગ્રંથોમાંની અંદર સામાજીક ઉધાનના કાર્ય માટે માનવ સેવાના કાર્યો માટે કુરિવાજો અને કુ નિતિયો અથવા એવા રિવાજો હતા.તેનુ ખંડન પણ એટલાં જ પ્રમાણમાં કર્યો છે.સમાજ માં એક સારા સંસ્કારોનું સિંચન થાય અને કુરિવાજો બંધ થાય.આજે એક ધર્મના સ્થાનેથી આવી પ્રવૃત્તિ થાય આવા સંકલ્પ થતાં હોય ત્યારે અમારે પ્રોત્સાહન આપવા કર્તવ્ય અને ફરજ બને એટલાં માટે બાપુજી અને અમે આશીર્વાદ આપીએ છીએ.સુરતના આંગણે આવું પહેલું સમુહલગ્નનુ આયોજનનો સંકલ્પ કર્યો અને યુવાનો આવ્યા અને આયોજન કરીએ છીએ તેમ જણાવ્યું હતું.રક્તદાન,સેવા દાન,દવા દાન કરતા હોય ત્યારે કન્યાદાન નું મહત્વપૂર્ણ બતાવ્યું છે.ત્યારે ભગવાન આજ્ઞાથી સેવાથી તમામ ભક્તોને ને,વર-કન્યા પક્ષના તમામને ભાવ પુર્ણ ભગવાન સ્વામિનારાયણ ખુબ જ સુખી અને સમૃદ્ધ રાખે એવા આશીર્વાદ આપ્યા હતા.

પરિવાર માટે સંતાનના લગ્ન એક મોટો ઉત્સવ હોય છે. પરંતુ, મોંઘવારીમાં લગ્ન ઉત્સવ એ ખૂબ ખર્ચાળ છે. રૂઢિગત માન્યતાઓ, ખોટા રીતરિવાજો, ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચા થાય છે. જમણવાર, ડેકોરેશન, બેન્ડવાજા, અને ઘરેણાની ખરીદી સહિતની લાંબી યાદી હોય છે. આ ખર્ચા માટે ગરીબ કે મધ્યમ વર્ગને માથે દેવું કરવું પડે છે. એક અંદાજ પ્રમાણે 80 ટકા લગ્નમાં વર તથા કન્યાના પિતાએ માથે દેવું કરી પ્રસંગ કરવો પડે છે.

આ મોંઘવારી અને મર્યાદિત કમાણીમાં લગ્ન માટે માથે કરેલું દેવું વર્ષો સુધી ચૂકતે થતું નથી. વ્યાજ અને દેવાંના ટેન્શનમાં પ્રગતિ રૂંધાય છે. સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. પરિણામે પરિવાર સુખી થવાને બદલે ઢસરડા કરતું થાય છે. લોકો લગ્ન પાછળ ખોટા ખર્ચા ન કરે તથા સામાજિક જાગૃતિ લાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરી છે. ખરેખર સમૂહલગ્નોત્સવ એ સામાજિક જાગૃતિ માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સાળંગપુરધામ ખાતે વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું રાજોપચાર પૂજન;જુઓ તસવીરો

Sanskar Sojitra

Surat News: સુરતમાં રોડ પર દોડતી ખાનગી એમ્બ્યુલન્સમાં પ્રેમલીલા, યુવક-યુવતીનો વીડિયો વાયરલ : VIDEO

KalTak24 News Team

અમરેલી/ ક્લાસરૂમમાં પ્રવેશતી વખતે વિદ્યાર્થિની ઢળી પડી પરીક્ષા આપતી વખતે ઢળી પડી અને લીધા અંતિમ શ્વાસ,હાર્ટ એટેકથી મોતની આશંકા

KalTak24 News Team
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં