February 3, 2025
KalTak 24 News
Gujarat

અમૂલે આપ્યા આનંદના સમાચાર,અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો;જાણો શું છે નવી કિંમત

  • 1 લીટર દૂધના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો
  • અમૂલ ગોલ્ડ, અમૂલ તાજાના ભાવ ઘટ્યા
  • અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં 1 રૂ.નો ઘટાડો

Milk Price Hike : મોંઘવારીના માર વચ્ચે અમૂલે નવા વર્ષે લોકોને રાહત વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા છે. વાસ્તવમાં અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. વાસ્તવમાં અમૂલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરાયો છે.આ સાથે અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં કરાયો ઘટાડો થયો છે.

આ તરફ હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 હતો જે હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 થયો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 હતો જે હવે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 થયો છે. આ સાથે અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 હતો જે અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 થયો છે. મહત્વનું છે કે, અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો થયો છે. જોકે ભાવ ઘટાડા બાદ ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીનમાં કોર ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે.

નવો ભાવ આજ રાતથી જ અમલમાં આવશે

અમૂલ દૂધના ભાવમાં સતત વધારો થતો હતો ત્યારે હવે ઘટાડાની જાહેરાતથી ગુજરાતની જનતાને મોટી રાહત થશે. આ સાથે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ થશે. એટલે કે નવો ભાવ આજ રાતથી જ અમલમાં આવશે.

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

Coldplay Ahmedabad Concert 2025: જેની પાછળ દુનિયા દિવાની છે એ કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે,આ તારીખ યોજાશે મોદી સ્ટેડિયમમાં શો;જાણો ટિકિટ બુક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

KalTak24 News Team

BREAKING NEWS : કોંગ્રેસ હાઈકમાન્ડે વિપક્ષ નેતા તરીકે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી ?

KalTak24 News Team

Pre-Monsoon Rain: અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ,ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં