Surat News: સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો.26 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સંત્સગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો હતો.આ શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવામાં આવ્યા હતા.૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી ધર્મકુળ આશ્રિત સંત્સગ સમાજ-સુરત દ્વારા ભવ્યાતિભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું.આ શાકોત્સવ માં ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના તથા સમગ્ર ધર્મકુળ ઉપસ્થિત રહ્યું હતું.આ શાકોત્સવ માં શાસ્ત્રી ભક્તિકિશોરદાસજી સ્વામી-જુનાગઢએ સુરતના ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું.મોટી સંખ્યામાં સંતો આ શાકોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
12000 કિલો બાજરાના લોટના 1 લાખ રોટલા
આ શાકોત્સવમાં હરિભક્તોના પ્રસાદ માટે 12000 કિલો બાજરાના લોટના 1 લાખ રોટલા,20000 કિલો રીંગણનું શાક,3000 કિલો ટામેટાં અને એ શાક બનાવવા માટે 750 કિલો શુદ્ધ ઘી અને 1875 કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10,000 કિલો ખીચડી અને 4500 લિટર કઢીનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવ્યો.આ શાકોત્સવની વ્યવસ્થા માટે 2000 લોકો છેલ્લા સાત દિવસથી ખડે પગે સેવા આપી રહ્યા છો.
આ શાકોત્સવમાં પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એ પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે લોયામાં શાકોત્સવ ઉજવાયો હતો.તેમ અત્યારે સુરતના આંગણે ભવ્યથી દિવ્ય શાકોત્સવ નું આયોજન કરાયું છે.જેમા ભગવાનમાં બધું કલ્યાણ સમાયેલું છે તેમ પછી જેમ અલૌકિક લીલા દેખાય એમ ભગવાનના એશ્વર્યા પ્રતાપ દેખાતા હોય.ભગવાનની સામથૅ દેખાતા હોય.અલૌકિક ચરિત્ર દેખાતા હોય.વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા કુંભમેળામાં હરિભક્તો ને દર્શન કરવા માટે કહ્યું હતું અને આવનારા દિવસોમાં સુરત અને વડતાલ થી કુંભમેળા સુધી બસો મુકવામાં આવનાર છે.તો મોટી સંખ્યામાં હરિભક્તોએ આવો તેમ કહેવાયું.સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ સ્વ હસ્તે શિક્ષાપત્રી લખી તેના 200 વર્ષ પ્રારંભ થતો હોય અને સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્રિશતાબ્દી મહોત્સવનું જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગતની શિક્ષાપત્રીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી શકાય સર્વ જીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે.
1,00,000 ભાવિકોએ લીધો પ્રસાદ
આ શાકોત્સવમાં સુરત સહિત સૌરાષ્ટ્રના 1 લાખથી પણ વધુ હરિભક્તોએ પધાર્યા હતા અને આ ભવ્યાતિભવ્ય શાકોત્સવના સાક્ષી બન્યા હતા.આ તબક્કે સંતો મહંતો સહિત રાજકીય-સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube