February 5, 2025
KalTak 24 News
Entrainment

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનારા ઑટો ડ્રાઈવરને મળ્યું ઈનામ,‘મેં તેના પગને સ્પર્શ કર્યો, તેણે મારા વખાણ કર્યા’;જાણો એક્ટરે શું આપ્યું

Saif Ali Khan Stabbing Case: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, ગત 16 જાન્યુઆરીની રાતે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હુમલા બાદ સૈફ અલી ખાનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર ઑ઼ટો ડ્રાઈવરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

અભિનેતા સૈફ અલી ખાનને ઘાયલ અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર ઓટો રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાને બોલીવુડ એક્ટરે મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. ભજન સિંહ રાણાએ સૈફ સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે,’ સૈફ અને તેના પરિવાર દ્વારા ખૂબ સારી રીતે મારુ સન્માન કરવામાં આવ્યું હતું.  અને તે દરમ્યાન સૈફ અલી ખાને મારી કામગીરીના ખૂબ વખાણ કર્યા હતા. અને અભિનેતાએ મને ગળે લગાવ્યો હતો.’ આ ઉપરાંત સૈફઅલી ખાને ડ્રાઈવરને કેટલી રકમ આપી તેને લઈને અપડેટ મળ્યા છે.’

મીડિયા દ્વારા ડ્રાઈવરને પૂછવામાં આવ્યું કે, સૈફ અલી ખાને તમારી સાથે શું વાત થઈ હતી? ત્યારે તેના જવાબમાં ભજનસિંહ રાણાએ કહ્યું કે, તમે સમયસર હોસ્પિટલ પહોંચાડ્યો, તો સારું થયું.

 

મેં તેમની પાસે કઈ માંગ્યું ન હતું, છતાં તેમણે મને જે આપ્યું તે સ્વીકાર્યું 

સૈફ દ્વારા તમને કેટલા પૈસા આપવામાં આવ્યા તે અંગે વાત કરતાં ભજનસિંહ કહ્યું કે, એ વિશે તો સૈફ અલી ખાન જ જાણે છે. હું આ વિશે કોઈ વાત ના કરી શકું. મેં તેમની પાસે કઈ માંગ્યું ન હતું, આમ છતાં તેમણે મને જે આપ્યું તે મેં સ્વીકારી લીધું. 

રિક્ષામાં બેસતા જ સૈફ અલી ખાને પૂછ્યું હતું કે…

એક રિપોર્ટ પ્રમાણે સૈફ અલી ખાને ઑટો ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપ્યા છે. ભજન સિંહે એ દિવસને યાદ કરતાં જણાવ્યું હતું કે, હું જઈ રહ્યા હતા, ત્યારે જ કોઈએ મને બૂમ પાડીને મદદ માટે બોલાવ્યો. સૈફ અલી ખાન સાથે એક બાળક અને એક બીજો વ્યક્તિ હતો. રિક્ષામાં બેસતા જ સૈફ અલી ખાને પૂછ્યું હતું કે, કેટલીવાર લાગશે? મેં જવાબ આપ્યો હતો કે, 8-10 મિનિટ લાગશે.

સૈફ અલી ખાનના શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. તેમનો સફેદ કલરનો કૂર્તો લોહીથી લથબથ થઈ ગયો હતો. એ સમયે તેમણે સૈફ અલી ખાન પાસેથી પૈસા નહોતા લીધા. જો કે ઑટો ડ્રાઈવરને મળીને સૈફ અલી ખાને તેમનો આભાર માન્યો હતો. આ સાથે જ બન્નેની એક તસવીર પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

With inputs from PTI and ANI

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

અમદાવાદ/ પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને રિલીઝ કરાયું આ ગુજરાતી ફિલ્મનું ટાઇટલ,ગુજરાતના શૌર્ય,સમર્પણ અને ઈતિહાસ દર્શાવતી છે ફિલ્મ

KalTak24 News Team

Loveyapa OTT Release: ખુશી-જુનૈદની ‘લવયાપા’ આ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે, જાણો શું છે નામ!

Mittal Patel

રણવીરસિંહનું નવું મૂવી’જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં