British PM Rishi Sunak:બ્રિટન(Britain)ના વડાપ્રધાન ઋષિ સુનક (PM Rishi Sunak) અને તેમના પત્ની અક્ષતા મૂર્તિAkshata Murthy) એ આજે લંડનમાં પ્રતિષ્ઠિત BAPS સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple)માં પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતને T-20 વર્લ્ડ કપની ફાઈલમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન ઋષિ સુનકે આ સાથે એમ પણ કહ્યું કે તેઓ હિન્દુ (Hindu) હોવા અંગે ગર્વ અનુભવે છે તથા તેઓ હિન્દુ ધર્મમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 4 જુલાઈના રોજ બ્રિટનમાં યોજનાર સામાન્ય ચૂંટણી અગાઉ તેઓ પોતાના પ્રચાર અભિયાનના અંતિમ સપ્તાહમાં લંડન સ્થિત પ્રતિષ્ઠિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. આ મંદિરને નેસડેન મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. શનિવારે સાંજે જ્યારે ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિનો કાફલો ભવ્ય મંદિરના પરિસરમાં પહોંચ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી બંનેએ પૂજારીઓના માર્ગદર્શનમાં પૂજા અર્ચના કરી. તેમજ ચૂંટણીમાં વિજય માટે પ્રભુ પાસે આશીર્વાદ માંગ્યા હતા.ઋષિ સુનકને પોતાને હિંદુ હોવા પર ખૂબ ગર્વ છે. તેઓ ભારતીય મૂળના છે અને તમામ ભારતીય પરંપરાઓનું પાલન કરે છે. તે હોળી, દિવાળી, જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને પ્રાર્થના કરવા માટે ઘણીવાર મંદિરોની મુલાકાત લે છે. સુનકે મંદિરની મુલાકાત લીધા પછી સ્વયંસેવકો અને સમુદાયના નેતાઓ સાથે વાત કરી.
View this post on Instagram
હું પણ હિંદુ છુંઃ ઋષિ સુનક
ઋષિ સુનકે મંદિરની મુલાકાત લીધા બાદ સ્વયંસેવકો અને સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે, “હું પણ તમારા બધાની જેમ હિંદુ છું અને મારો ધર્મ મને પ્રેરણા આપે છે. મને ‘ભગવદ ગીતા’ પર હાથ રાખીને તરીકે શપથ લેતાં ગર્વ થાય છે. આપણો ધર્મ શીખવે છે કે આપણે આપણી ફરજ ઇમાનદારીથી બજાવવી જોઇએ અને જો આપણે તેનું પાલન કરતા હોઇએ તો આપણે પરિણામ વિશે ચિંતા ન કરવી જોઇએ. સુનકે તેના પિતા અને માતા દ્વારા કરવામાં આવેલી સમુદાયની સેવાનો ઉલ્લેખ કર્યો.
તેમણે ભારતમાં તેમની સાસુ સુધા મૂર્તિ દ્વારા કરવામાં આવેલ “મહાન કાર્ય” નો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, મારી પત્ની જ મારો સૌથી મોટો આધાર નથી પરંતુ તે જાહેર સેવા માટે પણ પ્રતિબદ્ધ છેઅને આ રીતે હું મારું જીવન જીવું છું. આ જ હું મારી દીકરીઓને શીખવવા માંગુ છું. આ ધર્મ છે જે મને જાહેર સેવા પ્રત્યેના મારા અભિગમમાં માર્ગદર્શન આપે છે.” દરમિયાન ક્રિકેટ રસિયા સુનકે પોતાના સંબોધનમાં ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube