September 14, 2024
KalTak 24 News
International

British PM Rishi Sunak: UKની ચૂંટણી પહેલા બ્રિટિશ PM ઋષિ સુનક પત્ની સાથે લંડનના સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત,કહ્યું- મને હિન્દુ ધર્મમાંથી પ્રેરણા મળી રહી છે

british-pm-rishi-sunak-congratulated-india-on-winning-t20-world-cup-said-i-get-inspiration-from-hindu-religion

British PM Rishi Sunak:બ્રિટન(Britain)ના વડાપ્રધાન ઋષિ સુનક (PM Rishi Sunak) અને તેમના પત્ની અક્ષતા મૂર્તિAkshata Murthy) એ આજે લંડનમાં પ્રતિષ્ઠિત BAPS સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple)માં પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતને T-20 વર્લ્ડ કપની ફાઈલમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન ઋષિ સુનકે આ સાથે એમ પણ કહ્યું કે તેઓ હિન્દુ (Hindu) હોવા અંગે ગર્વ અનુભવે છે તથા તેઓ હિન્દુ ધર્મમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે.

ચૂંટણી પ્રચારની વચ્ચે ઋષિ સુનકે સ્વામિનારાયણ મંદિરમાં કરી પૂજા, કહ્યું- હું પણ હિન્દુ છું 1 - image

અત્રે ઉલ્લેખનીય છે કે 4 જુલાઈના રોજ બ્રિટનમાં યોજનાર સામાન્ય ચૂંટણી અગાઉ તેઓ પોતાના પ્રચાર અભિયાનના અંતિમ સપ્તાહમાં લંડન સ્થિત પ્રતિષ્ઠિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. આ મંદિરને નેસડેન મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. શનિવારે સાંજે જ્યારે ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિનો કાફલો ભવ્ય મંદિરના પરિસરમાં પહોંચ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી બંનેએ પૂજારીઓના માર્ગદર્શનમાં પૂજા અર્ચના કરી. તેમજ ચૂંટણીમાં વિજય માટે પ્રભુ પાસે આશીર્વાદ માંગ્યા હતા.ઋષિ સુનકને પોતાને હિંદુ હોવા પર ખૂબ ગર્વ છે. તેઓ ભારતીય મૂળના છે અને તમામ ભારતીય પરંપરાઓનું પાલન કરે છે. તે હોળી, દિવાળી, જન્માષ્ટમી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને પ્રાર્થના કરવા માટે ઘણીવાર મંદિરોની મુલાકાત લે છે. સુનકે મંદિરની મુલાકાત લીધા પછી સ્વયંસેવકો અને સમુદાયના નેતાઓ સાથે વાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Rishi Sunak (@rishisunakmp)

હું પણ હિંદુ છુંઃ ઋષિ સુનક

ઋષિ સુનકે મંદિરની મુલાકાત લીધા બાદ સ્વયંસેવકો અને સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે, “હું પણ તમારા બધાની જેમ હિંદુ છું અને મારો ધર્મ મને પ્રેરણા આપે છે. મને ‘ભગવદ ગીતા’ પર હાથ રાખીને તરીકે શપથ લેતાં ગર્વ થાય છે. આપણો ધર્મ શીખવે છે કે આપણે આપણી ફરજ ઇમાનદારીથી બજાવવી જોઇએ અને જો આપણે તેનું પાલન કરતા હોઇએ તો આપણે પરિણામ વિશે ચિંતા ન કરવી જોઇએ. સુનકે તેના પિતા અને માતા દ્વારા કરવામાં આવેલી સમુદાયની સેવાનો ઉલ્લેખ કર્યો.

ap24181857391940

 

તેમણે ભારતમાં તેમની સાસુ સુધા મૂર્તિ દ્વારા કરવામાં આવેલ “મહાન કાર્ય” નો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, મારી પત્ની જ મારો સૌથી મોટો આધાર નથી પરંતુ તે  જાહેર સેવા માટે પણ પ્રતિબદ્ધ છેઅને આ રીતે હું મારું જીવન જીવું છું. આ જ હું મારી દીકરીઓને શીખવવા માંગુ છું. આ ધર્મ છે જે મને જાહેર સેવા પ્રત્યેના મારા અભિગમમાં માર્ગદર્શન આપે છે.” દરમિયાન ક્રિકેટ રસિયા સુનકે પોતાના સંબોધનમાં ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

ap24181857301545

 

Group 69

 

 

Related posts

BIG NEWS : મેડિસિન ક્ષેત્રે આ બે વૈજ્ઞાનિકોને મળ્યો નોબેલ પુરસ્કાર,શોધથી થઈ દુનિયામાં ક્રાંતિ

KalTak24 News Team

Earthquake/ ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત,સંખ્યાબંધ ઘાયલ, અનેક ઇમારત ધરાશાયી

KalTak24 News Team

Breaking News : અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઇ,200થી વધુના મોત

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી