વિશ્વ
Trending

G-20 SUMMIT: પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દિલ્હીમાં G-20 સમિટ પહેલા દ્વિપક્ષીય બેઠક યોજી,વડાપ્રધાનનું ટ્વિટ- અનેક મુદ્દાઓ પર ચર્ચા

G-20 સમિટ અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ બાઇડેન સીધા જ વડાપ્રધાન નિવાસસ્થાન એટલે કે લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા.

  • યુએસ પ્રમુખ જો બાઇડન G20 નવી દિલ્હી પહોંચ્યા
  • નરેન્દ્ર મોદી અને બાયડનની G20 સમિટ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત
  • G20 સમિટ 2023નું આયોજન

Joe Biden meets PM Narendra Modi: G-20 સમિટ અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ બાઇડેન સીધા જ વડાપ્રધાન નિવાસસ્થાન એટલે કે લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. PM આવાસ પર વડાપ્રધાન મોદી અને બાઇડેન વચ્ચે બેઠક ચાલી રહી છે. જે બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે- અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે અનેક મુદ્દે ચર્ચા થઈ.

આ દરમિયાન બંને નેતા G-20 સમિટથી અલગ દ્વિપક્ષીય વાર્તા કરશે. વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર હેન્ડલ પર અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથ અને બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાની સાથે પોતાની બેઠકની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન મોદી 8થી 10 સપ્ટેમ્બર વચ્ચે દુનિયાભરના નેતાઓની સાથે 15થી વધુ દ્વિપક્ષીય બેઠક કરશે. તેમણે કહ્યું કે દ્વિપક્ષીય બેઠક મિત્રતા અને સહયોગના બંધનને વધુ ગાઢ બનાવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને દિલ્હીના ભારત મંડપમમાં 18માં G-20 સમિટની યજમાની કરતા ખુશી થઈ રહી છે. તેમણે ટ્વીટમાં કહ્યું- હું આગામી બે દિવસમાં વિશ્વના નેતાઓ સાથે સાર્થક ચર્ચાની આશા રાખું છું. આ મારો દ્રઢ વિશ્વાસ છે કે નવી દિલ્હીમાં થનારી G-20 શિખર સંમેલન માનવ કેન્દ્રિત અને સમાવેશી વિકાસમાં એક નવો રસ્તો નક્કી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડલ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથેના સાથેની મુલાકાતની માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે દ્વિપક્ષીય બેઠકો મિત્રતા અને સહકારને વધુ મજબૂત બનાવશે. મિટિંગમાં બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવા ઉપરાંત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં હતી.

G-20 નેતા વન અર્થ વન ફેમિલી માટે દ્રષ્ટિકોણ શેર કરશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વિક નેતા દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. તેમણે કહ્યું કે જી-20 નેતા એક સ્વસ્થ વન અર્થ માટે વન ફેમિલીની જેમ મળીને એક સ્થાયી અને ન્યાયસંગત ભવિષ્ય માટે પોતાના સામૂહિક દ્રષ્ટિકોણને શેર કરશે. વડાપ્રધાન મોદીએ ત્રણ નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે સાંજે હું મારા નિવાસસ્થાને ત્રણ દ્વિપક્ષીય બેઠકની પ્રતિક્ષા કરી રહ્યો છું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button