વિશ્વ

Canada ના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, દીવાલો પર ભારત વિરોધી સૂત્રો પણ લખાયા,વિડિયો વાયરલ થયો

Canada Swaminarayan Temple: કેનેડા(Canada) ના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે. ભારતે કેનેડા(Canada)ની સરકારને આ અંગે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ની માંગણી કરી છે. સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple) ની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક વાતો લખવામાં આવી છે.

કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple)માં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે. ભારતે કેનેડા(Canada)ની સરકારને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને અપરાધીઓ વિરુદધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક વાતો લખવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનની ટ્વીટ પહેલા અનેક કેનેડિયન સાંસદો અને હિન્દુઓએ સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારાઓની ટીકા કરી છે.

હાઈ કમિશને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ‘અમે ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple)માં ભારત વિરોધી ગતિવિધિઓની નિંદા કરીએ છીએ. કેનેડિયન પ્રશાસન આ મામલે ગંભીરતાથી તપાસ કરે અને અપરાધીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે.’ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે હિન્દુ કેનેડિયન હિન્દુ મંદિરો વિરુદ્ધ હેટ ક્રાઈમને લઈને પરેશાન છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ‘ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન કટ્ટરપંથીઓની બર્બરતાની બધાએ ટીકા કરવી જોઈએ. આ એકમાત્ર ઘટના નથી. કેનેડાના હિન્દુ મંદિર આ અગાઉ પણ હેટ ક્રાઈમનો ભોગ બની ચૂક્યા છે. હિન્દુઓ આવી ઘટનાઓથી પરેશાન છે.’

અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા(Social Media) પર અનેક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યા છે. જેમાં મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક નારાઓ લખેલા છે. કેનેડિયન સાંસદ રૂબી સહોતાએ કહ્યું કે, સ્વામિનારાયણ મંદિર એટોબિકોકમાં નારેબાજી અપમાનજનક અને ધૃણાસ્પદ છે. કેનેડામાં તમામ ધર્મોને કોઈ પણ ડર વગર અભ્યાસ કરવાનો અધિકાર છે. આ કૃત્ય બદલ અપરાધીઓને કડક સજા મળવી જોઈએ.

સોશિયલ મીડિયા(Social media) પર પણ વીડિયો વાયરલ  
મંદિર(Temple) ને નુકશાન કરવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દિવાલો પર ખાલિસ્તાની નારાઓ જોઈ શકાય છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા, બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે અમે બહુસાંસ્કૃતિક અને બહુ-ધાર્મિક સમુદાયમાં રહીએ છીએ. જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. જવાબદાર લોકો તેમના કાર્યોના પરિણામોનો સામનો કરવા માટે સ્થિત હોવા જોઈએ.

બ્રેમ્પટનના મેયરે પણ આપ્યું નિવેદન
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આવા હુમલા અંગે પોતાની આક્રોશ વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે કેનેડાના જીટીએમાં આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. ચાલો આશા રાખીએ કે જવાબદાર ગુનેગારોને વહેલી તકે ન્યાય આપવામાં આવશે.

નોંધ : આ વિડિયો ની અમે પુષ્ટિ કરતા નથી 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button