- વડોદરા શહેર અને અમદાવાદ શહેર ને મળ્યા નવા મેયર
- વડોદરા શહેર મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર
- અમદાવાદ શહેર મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ જાહેર
New Mayor For Vadodara And Ahmedabad: અમદાવાદ મનપા સહિત રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ છે. જે બાદ પ્રદેશ પાર્લામેન્ટરીમાં પસંદગીને આખરી ઓપ અપાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં પહેલી ટર્મ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થાય છે. અને તે પહેલા ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પાર્લામનેટરી બોર્ડની બેઠકના છેલ્લા દિવસે હોદ્દેદારોની નિમણૂક પર મંથન થયુ હતું.નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો પર આ વખતે નો રિપીટ થિયરી અમલી બનાવવામાં આવી છે ત્યારે આજે અમદાવાદ અને વડોદરાના નવા મેયર અને ડેપ્યૂટી મેયરના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે.
વડોદરાના નવા મેયર પિંકી સોની
વડોદરા શહેરના નવા મેયર પિંકીબેન સોની બન્યા હતા. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા. જ્યારે શહેરના નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા હતા. વડોદરામાં મનોજ પટેલ શાસક પક્ષના નેતા બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન
પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા હતા. અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બન્યા હતા. તે સિવાય અમદાવાદ શહેરના નવા ડેપ્યુટી મેયર જતીન પટેલ બન્યા હતા. ગૌરાંગ પ્રજાપતિ અમદાવાદમાં શાસક પક્ષના નેતા બન્યા હતા.અમદાવાદ અને વડોદરાની નવી ટીમ સામે રખડતા ઢોરની સમસ્યા સૌથી મોટો પડકાર રહેશે.
થોડા સમય પહેલા અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મેયર અને ડેપ્યૂટી મેયર સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં 15 જેટલા સભ્યોને સ્ટેન્ડિંગ કમિટી માટે ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી 3 નામ કમી કરાયા છે અને 12 નામોમાંથી હાઈ કમાન્ડની સૂચના અનુસાર ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube