સુરતના મોલમાં પ્રી-નવરાત્રીનું થયું આયોજન,નાના બાળકોથી લઈ વડીલ ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા,જુઓ VIDEO

Pre Navratri Celebration in Surat: નવરાત્રીને હજુ એકાદ મહિનાનો સમય છે, પરંતુ સુરત શહેરમાં ખેલૈયાઓમાં અત્યારથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ ખેલૈયાઓ નવરાત્રીની તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે, તો બીજી તરફ શહેરમાં બી-ફોર નવરાત્રી સ્પર્ધાના આયોજન પણ શરૂ થઈ ગયા છે. જે અંતર્ગત ઉધના વિસ્તારમાં આવેલા એક મોલમાં પ્રી-નવરાત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રી-નવરાત્રી ઉત્સવમાં નાના બાળકોથી માંડીને વડીલ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. જેમ નવરાત્રીમાં ખેલૈયાઓ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. તેવી જ રીતનું આયોજન આ બીફોર નવરાત્રીમાં કરવામાં આવ્યું હતુ.
View this post on Instagram
આ એક દિવસની નવરાત્રીમાં ખેલૈયાઓ 12 થી 15 કિલોના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીમાં જે રીતે તૈયારીઓ થાય છે, તે પ્રકારનું જ આયોજન કરવામાં આવ્યું હતુ.
3 કલાક કરતાં વધુ સમય સુધી ખેલૈયાઓએ ઓરકેસ્ટ્રાની મદદથી ગરબાની રમઝટ બોલાવી હતી. આ આયોજનમાં જજને પણ ખાસ બોલાવવામાં આવ્યા હતા. જે રીતે નવરાત્રિના મોટા આયોજનોમાં ઈનામ આપવામાં આવે છે, તેમ અહીં પણ અલગ-અલગ કેટેગરી પ્રમાણે ઈનામ આપવામાં આવ્યા હતા.
#WATCH | Gujarat: People wearing traditional attire practice the Garba, the traditional dance of Gujarat, ahead of Navratri in Surat. (10.09) pic.twitter.com/fHOeAMXC6Z
— ANI (@ANI) September 11, 2023
જેમાં બેસ્ટ ખેલૈયા, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ લુક, બેસ્ટ સ્ટેપ, બેસ્ટ કપલ સહિત ટ્રેડિશનલ સેમી, ટ્રેડિશન અને ઉંમર પ્રમાણે અલગ-અલગ 60 જેટલા ગ્રુપના ઈનામો નક્કી કરવામાં આવ્યા હતા. નવરાત્રીને એક મહિનો બાકી છે, પરંતુ સુરતીલાલાઓમાં અત્યારથી જ ગરબાનો ચકકો ચડી ગયો હોય તેવી જોવા મળી રહ્યું છે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube