February 9, 2025
KalTak 24 News
GujaratPolitics

PM મોદી આજે સૌરાષ્ટ્રમાં ગજવશે સભા, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

અમદાવાદ: PM મોદી આજે સોમનાથ મહાદેવ(Somnath Mahadev) ના દર્શન કરશે. જેમાં ચાર સભાઓ સંબોધશે. તેમાં PM મોદી સૌરાષ્ટ્રમાં સભા ગજવશે. તેમજ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં પણ સભાને સંબોધશે. તથા રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે.

બોટાદમાં પણ સભાને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. બાદમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં ચૂંટણી સભાઓ સંબોધશે. વડાપ્રધાન મોદીએ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. નરેન્દ્ર મોદી આજે સવારે 10:15 કલાકે સોમનાથમાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ નજીકમાં જ વેરાવળ ખાતે સવારે 11 કલાકે જાહેરસભાને સંબોધશે. બાદમાં બપોરે 12:45 કલાકે ધોરાજી, 2:30 કલાકે અમરેલી અને 4:15 કલાકે બોટાદ ખાતે ભાજપ દ્વારા યોજાયેલી જાહેરસભાને સંબોધશે.

આજનો PM મોદીનો સમગ્ર કાર્યક્રમ:

  • સવારે 8:30 વાગે વલસાડથી સોમનાથ જવા રવાના
  • 10 વાગે સોમનાથ હેલિપેડ આવશે
  • 10-11 સોમનાથ મંદિર પરિસરમાં  પૂજા કરશે
  • 11 વાગે વેરાવળ જાહેર સભાને સંબોધશે
  • 12 વાગે ધોરાજી જવા રવાના
  • 12:45 ધોરાજી જાહેર સભાને સંબોધશે
  • 1:45 અમરેલી જવા રવાના
  • 2:20 અમરેલી પહોંચશે
  • 2:30 જાહેરસભાને સંબોધશે
  • 3:30 બોટાદ જવા રવાના
  • 4:30 બોટાદમાં જાહેર સભાને સંબોધશે
  • 5:15 બોટાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના
  • 6:00 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેમાં અમદાવાદથી ગાંધીનગર રાજભવન જશે તથા રાત્રી રોકાણ રાજભવન કરશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે;CM ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી

KalTak24 News Team

‘દાદાને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ…’, એકનાથ શિંદેની વાત સાંભળીને અજિત પવાર હસવા લાગ્યા;VIDEO

KalTak24 News Team

અમદાવાદ માટે સારા સમાચાર, બે દિવસ વધુ ફ્લાવર શો ચાલશે, જાણો સમય અને ટિકિટ

Mittal Patel