પોલિટિક્સ

આપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ‘ગેરન્ટીના ગરબા’ લોન્ચ કર્યા

અમદાવાદ : ગુજરાત જેમ જેમ વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી તેમ તેમ વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. તે અવનવી રીતે ગુજરાતની જનતાને આકર્ષવા માટે પહેલ શરૂ કરી રહ્યા છે. તેવામાં રાકેશ હિરપરાએ ગરબાના અંદાજમાં ગીત ગાઈને ગેરન્ટીઓ વિશે જણાવ્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલ જ આવશે એવા શબ્દો સાથે ચૂંટણી પ્રચારનો ગરબો ગાયો હતો. આમાં શિક્ષણ, વીજળી અને રોજગારીના સંકલ્પના મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ ગરબો ગાયો હતો.

આવશે કેજરીવાલ…નવરાત્રી ઈફેક્ટ
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ગુજરાતીઓ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ નવરાત્રીની થીમ પર ચૂંટણી પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. રાકેશ હિરપરાએ ગરબો ગાઈને સારા શિક્ષણ, મફત વીજળી, રોજગારી સંકલ્પ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ગરબાના અંદાજમાં કેજરીવાલે જ આવશે અને તેની જ સરકાર બનશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે ગરબામાં ભાગ લીધો હતો. તથા ભગવંત માન પણ સ્ટેજ પર ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ વચ્ચે નવરાત્રીમાં ફરી એક વાર આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. જનતાના તહેવારોના મૂડને જોતા ગરબા સોન્ગ લોન્ચ કરાયું છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button