- ખોરાક સ્વાદ માટે નહિ, પોષણ માટે છે.અયોગ્ય ખોરાક રોગોનું કારણ બને છે. – કાનજી ભાલાળા
- અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આરોગ્ય માટે વધુ નુકશાન કારક છે. – ડો. રાજીવ મહેતા
- આહાર, ઊંઘ, વ્યાયામ અને યોગ નીરોગી જીવન માટેના ચાર પાયા છે. – કાનજી ભાલાળા
Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought: સારી તંદુરસ્તી સાથે લોકો ગુણવત્તાયુક્ત જીવન જીવે તે માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૧/૦૭/૨૦૨૪ ગુરુવારે વરાછા બેંકના ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૬૯માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શહેરના જાણીતા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. રાજીવ મહેતા ની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, શરીર જ જીવન જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવું તે પ્રાથમિક ફરજ છે. આપણે વાહન કે મકાનની સતત કાળજી રાખતા હોઈએ છીએ ત્યારે આપણા જીવવનો આધાર શરીરની વધુ કાળજી રાખવાની જરૂર છે. મોટા ભાગના રોગોનું કારણ અયોગ્ય ખોરાક અને ખોટી જીવનશૈલી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખોરાક સ્વાદ માટે નથી પોષણ માટે છે. અયોગ્ય ખોરાક રોગોનું કારણ બને છે. જયારે પણ કંઈપણ પેટમાં નાખીએ ત્યારે વિચારવું જોઈએ તેનાથી મને શું ફાયદો અને કેટલું નુકશાન થશે. વર્તમાન સમયે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર સહીત અનેક રોગોનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ ભેળસેળયુક્ત ખોરાક છે. રોગોના ભરડામાંથી બચવા માટે સતત જાગૃત રહેવું પડે તેવો સમય છે.
ખરેખર આહાર, ઊંઘ, વ્યાયામ અને યોગ એ નીરોગી રહેવા માટેના ચાર પાયા છે. તંદુરસ્ત રહેવા માટે સમતોલ આહાર, પુરતી ઊંઘ, શરીરને કસરત અને નિયમિત યોગ-પ્રાણાયામ કરવા ખુબ જરૂરી છે. માણસે પ્રથમ પોતાના શરીરને સમજવાની જરૂર છે. શરીર વ્યવસ્થાનો આધાર પ્રાણશક્તિ છે અને પ્રાણશકિતનો મુખ્ય આધાર આહાર છે. માટે માણસે સારો, શુદ્ધ અને પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ. રાત્રીના ઉજાગરા અને રાત્રીના ભોજન, નાસ્તા કે ભારે ખોરાક બંધ કરવા એ જ નીરોગી રહેવાનો સરળ ઉપાય છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આરોગ્ય માટે વધુ નુકશાનકારક છે. – ડો. રાજીવ મહેતા
શહેરના નામાંકિત તબીબ ડો. રાજીવ મહેતાએ “જંક ફૂડ” માનવજાત માટે મોટો ખતરો ગણાવ્યો હતો. નીરોગી રહેવું હોય તો પેકેટ ફૂડ અને જંક ફૂડથી દુર રહેવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખોરાક મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. અન્ન પ્રોસેસ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ આ પૈકી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ આરોગ્ય માટે મોટો હાનીકારક ખોરાક છે. આજકાલ દર્દીઓ વધી રહ્યા છે. તેમાં મોટાભાગના દર્દીઓને જંક ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાના સેવનથી રોગની ભેટ મળેલ છે. માણસના જીવનથી મૃત્યુ સુધીના સમયમાં આહાર, વિહાર, આચાર અને વિચાર તથા વિશ્રામ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. જેવું અન્ન તેવો ઓડકાર એટલે કે આહાર તેવા વિચાર હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુગર એ કેન્સરને આમંત્રણ આપવાનો એક ખોરાક છે.
નવા દાતા ટ્રસ્ટીઓને આવકાર
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણાધીન જમનાબાભવન અને કિરણ મહિલા ભવન માટે દાતાશ્રીઓ તરફથી આર્થિક સહયોગ મળી રહ્યો છે. બાંધકામ ઉદ્યોગની અગ્રણી કંપની સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રી પરશોત્તમભાઈ ગજેરા સંસ્થાના દાતા ટ્રસ્ટશ્રી આજે તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેન પરશોત્તમભાઈ ગજેરા દાતા ટ્રસ્ટી બનતા તેઓને આવકારી સન્માનિત કરાયા હતા. વિચારોના વાવેતર કાર્યક્રમમાં દાતા ટ્રસ્ટી પરિવાર તરફથી વધુ રૂપિયા ૨૧ લાખ રૂપિયાના સહયોગનો સંકલ્પ થયો છે.
વિચારોના વાવેતરને બહોળો પ્રતિસાદ
વ્રજચોક ખાતે ૫૦૦ બેઠકની ક્ષમતા ધરાવતા વરાછા બેન્કના ઓડીટોરીયમમાં હવે જગ્યા રહેતી નથી. તેનું શિક્ષા ટીવી ચેનલ, રીયલ નેટવર્ક અને સોશ્યલ મીડિયામાં જીવંત પ્રસારણ કરવામાં આવે છે. વિચારોના વાવેતરને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે આ પ્રસંગે માજી ધારાસભ્યશ્રી જનકભાઈ બગદાણાવાળા તથા ફ્રન્ટલાઈન ન્યુઝપેપરના તંત્રીશ્રી અર્જુન વિરાણી તથા જગદીશભાઈ ગેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરુવારનો વિચાર હાર્દિક ચાંચડે રજુ કર્યો હતો. સમગ્ર વ્યવસ્થા યુવાટીમે સંભાળી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રફાળીયા એ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube