ગુજરાત
Trending

બહેનપણીના મિત્ર સાથે સંબંધ બંધાયા બાદ બાળકનો જન્મ થયો,જન્મતાની સાથેજ નવજાતને નીચે ફેંક્યુ જુઓ CCTV

સુરત: સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલી પાંચ કૂટીર સ્ટ્રીટમાં એક ત્યજી દેવાયેલુ નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી(CCTV) માં કેદ થઇ હતી. બનાવની જાણ થતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને આ કૃત્ય કરનાર માતા(Mother) ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મહિલાના તેની બહેનપણીના મિત્ર(friend)  સાથે સંબંધ હતા અને બાળકનો જન્મ થતાની સાથેજ તેને ઉપરથી ફેંકી દેવામાં આવ્યું હતું.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા
મગદલ્લાની પાંચ કૂટીર સ્ટ્રીટમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાને લઇને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. સ્થાનિકોએ બનાવની જાણ કરતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે 108ની ટીમે તપાસ કરીને બાળકને મૃત જાહેર કર્યું હતું. પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં નવજાતને ઉપરથી નીચે ફેંકવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અને આખરે આરોપી માતા સુધી પહોંચી ગઇ હતી.

આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવી
બનાવ અંગે ડીસીપી સાગર વાઘમરેએ જણાવ્યું હતું કે, મગદલ્લાની પાંચ કૂટીર સ્ટ્રીટ પાસે એક નવજાત બાળક મળ્યું હોવાની પોલીસને જાણ થઇ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.જોકે પોલીસ પહોંચી ત્યારે નવજાત મૃત અવસ્થામાં હતું. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આસપાસની સોસાયટી અને રહેણાક મકાનમાં તપાસ કરી હતી. જે દરમિયાન આ નવજાતને તેની માતા દ્વારા ત્યજી દેવામાં આવ્યું હોવાની જાણ થઇ હતી. પોલીસે ત્યજી દેનાર માતાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

બહેનપણીના મિત્ર સાથે સંબંધ બાદ બાળકનો જન્મ થયો હતો
ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, નવજાતને ત્યજી દેનાર માતાની અટકાયત કર્યા બાદ સઘન પૂછપરછ કરવામાં આવતા એવી હકિકત બહાર આવી હતી કે, આજે સવારેજ આ નવજાત બાળકનો જન્મ થયો હતો અને જન્મતાની સાથેજ માતાએ તેને ઉપરના માળેથી નીચે ફેંકી દીધું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીના તેની બહેનપણીના મિત્ર સાથે સંબંધો હતા અને એ સંબંધોમાં આ બાળકનો જન્મ થયો હતો. આરોપી સાથે જેના સંબંધ હતા તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો :-

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button