- Amreli જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
- ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા
- સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો
Earthquake in Amreli : અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે. અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા સહિતના ત્રણ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
અમરેલી બ્રેકિંગ
અમરેલી જિલ્લામાં અનુભવ્યો ભૂકંપનો આંચકો
ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો
સાંજના 5.16 મિનિટ અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7 નો આંચકો અનુભવ્યો હોવાની આપી માહિતી#Amreli pic.twitter.com/VURPCdjIO7
— DD News Gujarati (@DDNewsGujarati) October 27, 2024
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપનો આંચકો આવ્યો હતો. 3.7ની તિવ્રતા ધરાવતો આંચકો આવતા જ ભેદી અવાજ સાથે ધરતી ધૃજી હતી. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 41 કિમી દૂર નોંધાયું છે.
જાનહાનિ કે નુકસાની થઈ નથી : સિસ્મોલોજિસ્ટ
સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે (Gandhinagar Seismology Department) 3.7 નો આંચકો હોવાની માહિતી આપી છે.જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી. સદનસીબે અત્યાર સુધી ભૂકંપનાં કારણે કોઈ નુકસાનનાં સમાચાર સામે આવ્યા નથી.
ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા
એક તરફ જ્યાં સમગ્ર રાજ્યમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. લોકો દિવાળી નિમિત્તે ખરીદી કરી રહ્યા છે. દરમિયાન, અમરેલી (Amreli) જિલ્લામાં ધરા ધ્રૂજી છે. માહિતી મુજબ, ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધીનાં વિસ્તારોમાં ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો. અંદાજે સાંજનાં 5.16 કલાકે અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી હોવાની પ્રાથમિક માહિતી છે.
ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું
ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું નોંધાયું છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ધારીમાં જ આ ભૂકંપનો વધારે અનુભવ થયો છે. ઉપરાંત અમરેલી સિવાય પણ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં આ ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો છે. જેને લઈને અન્ય જિલ્લાના લોકોમાં પણ ભયનો માહોલ તો ફેલાયો જ છે. આ ભૂકંપની તિવ્રતા 3.7 ની હોવાનું સામે આવ્યું છે. જેથી વધારે કોઈ નુકસાનના સમાચાર હજુ સામે નથી આવ્યા.
ભૂકંપને લઈને લોકોમાં ફેલાયેલો ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે રવિવારનો સમય હતો, લોકો ઘરમાં જ હતા અને અચાનકથી જ્યારે ભૂકંપની ઝાટકાઓ આવ્યા ત્યારે લોકો સમજી ન શક્યા પહેલા તો આખરે થઈ શું રહ્યું છે. જોકે બાદમાં લોકોને ખ્યાલ આવ્યો કે આ ભૂકંપની ઝટકાઓ છે. ત્યારે લોકો પહેલા ઘરની બહાર નીકળ્યા હતા. અમરેલીના સાવરકુંડલા અને ધારીમાં આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આ ભૂકંપના ઝટકાઓનો અનુભવ થયો છે. જોકે આ ભૂકંપમાં કોઈની જાનમાલના નુકસાન થયું હોવાનું હજુ નથી સામે આવ્યું.
ભૂકંપ આવે તે પહેલા, ભૂકંપ આવે ત્યારે અને ભૂકંપ પછી શું કરવું ?
કેટલી તીવ્રતાનો ભૂકંપ સામાન્ય અને ગંભીર ગણાય?
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube