December 6, 2024
KalTak 24 News
Gujarat

દિવાળી વેકેશનમાં અનોખું હોમવર્ક,સુરતની શાળાના વિદ્યાર્થીઓને દિવાળી ગૃહકાર્યમાં આપ્યું ગીતાજીના શ્લોકોનું પઠન;વિદ્યાર્થીઓમાં ધર્મ-સંસ્કારોના સિંચનનો પ્રયાસ

Surat-Shreemad-Bhagvad-Geeta

સુરત :  વર્તમાન સમયમાં હિંદુ સંસ્કૃતિનું આચરણ યુવા પેઢી કેવી રીતે કરે તે બાબત એક મોટો પડકાર બને છે. કારણ કે, વિદેશી કલ્ચરના કારણે યુવાનો હવે હિંદુ સંસ્કૃતિને વિસરતા જઈ રહ્યા છે. ત્યારે સુરતની એક શાળા દ્વારા સનાતન સંસ્કૃતિને બચાવવા માટે અને બાળકોમાં નાનપણથી જ ભગવદ્ ગીતાનું જ્ઞાન આવે એટલા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અનોખું દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થી ભગવત ગીતાના શ્લોકોથી મોટીવેટ થાય અને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન બાળકોને મળે તેવા હેતુથી બાળકોને દિવાળી વેકેશનના હોમવર્કમાં ભગવત ગીતાના લોકોનું પઠન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

વેકેશનમાં વિદ્યાર્થીઓમાં ધર્મ અને સંસ્કારોનું સિંચન

નાલંદા શાળાના 10,000 જેટલા વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન ધર્મ અને સંસ્કારોનું સિંચન થાય તેવું ગૃહકાર્ય શાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે અને દિવાળી કાર્ડમાં ભગવત ગીતાના શ્લોક છાપીને વિદ્યાર્થીઓને આ કાર્ડ આપવામાં આવ્યા છે. જેથી કરીને વિદ્યાર્થી પ્રતિદિન આ શ્લોક બોલીને ભગવત ગીતાના લોકોને કંઠસ્થ કરી શકે.

શ્લોકના પઠનનું શાળા દ્વારા દિવાળી હોમવર્ક

શાળાના વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શ્રીમદ્ ભગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલા તમામ શબ્દો છે અને આ ભગવત ગીતા સાંભળ્યા બાદ અર્જૂનને પોતાના પાંડવ ભાઈઓ સાથે મળીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને વર્તમાન સમયમાં પણ જો કોઈ યુવાનો ભગવત ગીતાના શ્લોકોનો પઠન કરે અને તેમાંથી ઇન્સ્પિરેશન મેળવે એટલા માટે શાળા દ્વારા જે દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે તે હોમ વર્ક ખૂબ જ અનોખું હોમવર્ક છે.

વીડિયો સ્કૂલના વોટ્સઅપ પર મોકલી ગ્રુહ કાર્ય પૂર્ણ કરશે

શાળાના કેમ્પસ ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં દરેક શાળામાં વિદ્યાર્થીઓને દિવાળીના હોમવર્ક પેટે શાળામાંથી ગૃહકાર્ય આપવામાં આવતું હોય છે અને આ ગૃહકાર્ય જે તે વિષયોનું જ હોય છે જે વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8માં ભગવદ્ ગીતાના પાઠોનો જે કોર્સ એડ કરવામાં આવ્યો છે. તે કોર્સ વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓ જાણે અને શ્રીમદ ભગવત ગીતાના શ્લોકો વિદ્યાર્થીઓને કંઠસ્થ થાય એટલા માટે આ પ્રયાસ આ વર્ષે શાળા દ્વારા કરવામાં આવ્યો છે અને શાળાના 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભગવત ગીતાના લોકોનું પઠન કરશે અને લોકો કંઠસ્થ થયા બાદ તેનો એક વીડિયો સ્કૂલના વોટ્સઅપ નંબર પર મોકલીને પોતાનું ગ્રુહ કાર્ય પૂર્ણ કરશે.

શાળા દ્વારા અનોખો પ્રયાસ સનાતન સંસ્કૃતિની જાળવી રાખવા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વધુમાં વધુ પ્રચાર થાય તે હેતુથી કરવામાં આવ્યો છે. તો શાળા દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો છે અને શાળાને આશા છે કે ભાગવત ગીતાના પાઠનું પઠન કર્યા બાદ વિદ્યાર્થીઓમાં સંપૂર્ણપણે પરિવર્તન જોવા મળશે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સુરત/ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર પાટીલે વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતા સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારોને અભિનંદન પાઠવ્યા;VIDEO

KalTak24 News Team

અનરાધાર વરસાદ / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,નવસારીમાં 6 કલાકમાં 10.5 ઈંચ વરસાદથી જળબંબાકાર

KalTak24 News Team

PAAS દ્વારા પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા તિરંગા પદયાત્રાનું આયોજન,રાજકીય નેતા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News