November 3, 2024
KalTak 24 News
Gujarat

Vadodara News/ વડોદરા રોડ શોમાં પીએમ મોદી- પીએમ સાંચેઝે દિવ્યાંગ વિદ્યાર્થીને મળવા માટે કાફલાને રોક્યો;વિદ્યાર્થિનીએ બનાવેલા સ્કેચ ભેટમાં આપ્યા

pmpaindvdr-768x432
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો વડોદરામાં રોડ શો
  • વડોદરામાં PM ના રોડ શો દરમિયાન બન્યો અનોખો પ્રસંગ
  • કાફલો છોડીને બન્ને રાષ્ટ્ર પ્રમુખો એક દિવ્યાંગ બાળાને મળ્યા

PM Modi Vadodara Visit: ટાટા ફેક્ટરીનું(TATA AIRBUS ASSEMBLY PLANT (C-295) – VADODARA)) ઉદ્ઘાટન કરવા માટે વડોદરા(VADODARA) આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ(SPAIN PM PEDRO SANCHEZને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બંને નેતાઓ પોતાના કાફલાને રોકાવી નીચે ઉતરીને તેને મળ્યા હતા.અને આ છાત્રાને મળ્યા હતા.

WhatsApp Image 2024 10 28 at 10.54.11 AM 2

દિવ્યાંગ વિદ્યાર્થીનીએ બંને વડાપ્રધાનને પેઇન્ટ ભેટ આપ્યું

એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ સારી ચિત્રકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને બંને વડાપ્રધાનના આગમનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. આ દરમિયાન રોડ શોનો કાફલો આ તરફથી પસાર થઇ રહ્યો હતો તેવામાં બન્ને વડાપ્રધાનની નજર આ છાત્રા પર પડી હતી. તેથી આ કાફલો રોકાવી બંને નેતાઓ પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતરીને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા.  

WhatsApp Image 2024 10 28 at 10.54.11 AM 1

આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો

એવામાં રોડ શોનો કાફલો આ તરફથી પસાર થયો અને તેવામાં બન્ને વડાપ્રધાનશ્રીની નજર આ છાત્રા પર ગઇ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બન્ને મહાનુભાવો પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા.

WhatsApp Image 2024 10 28 at 10.54.11 AM

બંને નેતાઓએ ભેટ સ્વિકારી

દિયાએ બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. જેને બન્ને વડાપ્રધાનોએ સ્વીકારી હતી અને દિયાને શુભકામનાઓ આપી હતી. આ સમયે સાંસદ ડો. હેમાંગ જોશી પણ સાથે રહ્યા હતા.

 

 

 

Advertisement
Advertisement

 

 

Group 69

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

સુરત/શાળાની અગાસી સફાઈ કરતા બે વિદ્યાર્થીઓને લાગ્યો કરંટ,પતંગની દોરી ખેંચવા જતા કરંટ લાગતાં એકની હાલત ગંભીર

KalTak24 News Team

ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, ડ્રાઈવર સહિત 3 લોકોના નિધન

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..