December 3, 2024
KalTak 24 News
Entrainment

આલિયા- રણબીર કપૂર ના ઘરે દીકરીનો થયો જન્મ

બોલિવૂડમાં ચાહકોનું સૌથી પ્રિય કપલ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor) માતા-પિતા બની ગયા છે. આલિયાએ મુંબઈની KHN રિલાયન્સ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો છે. જે બાદ સમગ્ર કપૂર પરિવારમાં ઉજવણીનો માહોલ છે. તમને જણાવી દઈએ કે આલિયાને મુંબઈના એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમયે રણબીર કપૂર પણ હોસ્પિટલમાં હાજર છે. હોસ્પિટલના એક સૂત્રએ આલિયાએ પુત્રી(Girls)ને જન્મ આપ્યો હોવાની માહિતી આપી છે. આલિયા અને રણબીરે હજુ સુધી તેમના માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી નથી.

જ્યારથી આલિયા માતા બનવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારથી, પરિવાર અને મિત્રો સિવાય, ચાહકો પણ તેમના બાળકના વિશ્વમાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે સવારે આલિયાએ રિલાયન્સ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલમાં બાળક અને આલિયા બંને સ્વસ્થ હોવાનું કહેવાય છે. તે જ સમયે, બાળકની ડિલિવરી પહેલા, આલિયાએ ધામધૂમથી બેબી શાવરની ઉજવણી કરી હતી. જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં આલિયા પીળા કલરના સુંદર સૂટમાં જોવા મળી હતી. જેમાં ગ્લો ચેબ્રે પર તેની પ્રેગ્નન્સી સ્પષ્ટ દેખાતી હતી.

આલિયા ભટ્ટ સાથે હોસ્પિટલમાં કોણ કોણ છે?

આલિયા ભટ્ટ સાથે પતિ રણબીર કપૂર ઉપરાંત સાસુ નીતુ સિંહ, માતા સોની રાઝદાન તથા બહેન શાહિન ભટ્ટ છે.

કપલ પર શુભેચ્છાનો વરસાદ થયો

આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા હોવાના સમાચાર સામે આવતા જ સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી છે.

14 એપ્રિલે લગ્ન કર્યા

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ તેમના ઘરે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. જેમાં આલિયા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. બંનેના આ લગ્નને ચાહકો તરફથી પણ ઘણો પ્રેમ મળ્યો.

27 જૂનના પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો.

Related posts

આમિર ખાનની ગેરહાજરીમાં પુત્રી આઈરાએ કરી નાખી સગાઈ ! બોયફ્રેન્ડ સાથે લિપ કિસનો Video થયો વાયરલ

KalTak24 News Team

Kangna Sharma: ગ્રેટ ગ્રાન્ડ મસ્તી એક્ટ્રેસ કંગના શર્માનું બ્લેક બિકિનીમાં હોટ ફોટોશૂટ વાયરલ;તમે પણ કહેશો વાહ..,જુઓ PHOTOS

KalTak24 News Team

Nitin Desai Death: બોલીવૂડ જગતને મોટો આંચકો,ફેમસ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા-આર્થિક તંગીને લીધે કર્યો આપઘાત

KalTak24 News Team
advertisement