ગુજરાતપોલિટિક્સ
Trending

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની 10મી યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) એ એક બાદ એક એમ કરી ઉમેદવારની 10 યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 118 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે આજે 10મી યાદીમાં એક સાથે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ શુક્રવારે ગુજરાતના સીએમના ચહેરાનું નામ જાહેર કરી દીધું છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 139 ઉમેદવાર જાહેર કરાયા છે.

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 139 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી છે. 

આમ આદમી પાર્ટી દ્વારા વધુ ૨૧ ઉમેદવારોની યાદી બહાર પાડી.

  • વાવ બેઠક પરથી ડોક્ટર ભીમ પટેલ
  • વિરમગામ બેઠક પરથી કુંવરજી ઠાકોર
  • ઠક્કરબાપા નગર બેઠક પરથી સંજય મોરી
  • બાપુનગર બેઠક પરથી રાજેશ દીક્ષિત
  • દસક્રોઈ બેઠક પરથી કિરણ પટેલ
  • ધોળકા બેઠક પરથી જતુબા ગોલ
  • ધ્રાંગધ્રા બેઠક પરથી વાગજીભાઇ પટેલ
  • માણાવદર બેઠક પરથી કરસનબાપુ ભાદ્રકા
  • ધારી બેઠક પરથી કાંતિભાઈ સતાસીયા
  • સાવરકુંડલા બેઠક પરથી ભરત નાકરાણી
  • મહુવા (અમરેલી) બેઠક પરથી અશોક જોલીયા
  • તળાજા બેઠક પરથી લાભુબેન નરસિંહભાઈ ચૌહાણ
  • ગઢડા બેઠક પરથી રમેશ પરમાર
  • ખંભાત બેઠક પરથી ભરતસિંહ ચાવડા
  • સોજીત્રા બેઠક પરથી મનુભાઈ ઠાકોર
  • લીમખેડા બેઠક પરથી નરેશ પુનાભાઈ બારીયા
  • પાદરા બેઠક પરથી જયદીપસિંહ ચૌહાણ
  • વાગરા બેઠક પરથી જયરાજસિંહ
  • અંકલેશ્વર બેઠક પરથી અંકુર પટેલ
  • માંગરોળ(બારડોલી) બેઠક પરથી સ્નેહલ વસાવા
  • સુરત વેસ્ટ બેઠક પરથી મોક્ષેશ સંઘવી

IMG 20221105 WA0058 IMG 20221105 WA0059

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button