પોલિટિક્સ
Trending

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી, અલ્પેશ કથીરિયા વરાછા રોડ બેઠક અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ નજીક આવી રહી છે.તેમ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા એક બાદ એક ઉમેદવારોની યાદી બહાર પાડી રહી છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીએ પોતાની 11મી યાદી જાહેર કરી દીધી છે. નવી યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ નવી યાદીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા સીટ પરથી તો ધાર્મિક માલવિયા ઓલપાડ સીટ પરથી ચૂંટણી લડશે

untitled 1667801688

AAPના 12 ઉમેદવારોની સમગ્ર યાદી અહીં જુઓ

 • ગાંધીધામ બેઠક પરથી બીટી મહેશ્વરી
 • દાંતા બેઠક પરથી એમકે બોમ્બડીયા
 • પાલનપુર બેઠક પરથી રમેશ નભાણી
 • કાંકરેજ બેઠક પરથી મુકેશ ઠક્કર
 • રાધનપુર બેઠક પરથી લાલજી ઠાકોર
 • મોડાસા બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમાર
 • રાજકોટ ઈસ્ટ બેઠક પરથી રાહુલ ભુવા
 • રાજકોટ વેસ્ટ બેઠક પરથી દિનેશ જોશી
 • કુતિયાણા બેઠક પરથી ભીમભાઇ દાનાભાઈ મકવાણા
 • બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા
 • ઓલપાડ બેઠક પરથી ધાર્મિક માલવિયા
 • વરાછા રોડ બેઠક પરથી અલ્પેશ કથીરિયા 

જુઓ પત્રકાર પરિષદ લાઇવ

લલિત વસોયાના નિવેદન પર અલ્પેશ કથીરિયાનો વાર

ટિકિટ મળતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ભાજપ-કોંગ્રેસ મિલીભગતથી 75 વર્ષથી ગુજરાતને તક નથી મળી. ગઈકાલે સૌરાષ્ટ્રમાંથી જે નિવેદનો સામે આવી રહ્યા છે કે જે ધારાસભ્યો કહી રહ્યા છે કે મત આપો તે માત્રને માત્ર કોંગ્રેસને આપો. કોંગ્રેસને ન આપો તો ભાજપને આપો. આ મુદ્દે ખૂબ સ્પષ્ટતા થઈ જાય છે કે ભાજપ-કોંગ્રેસની મિલીભગત ચાલે છે. અને જો આટલું બધું જ ગૌરવ હોય તો ભાજપમાં જતા રહેવું જોઈએ. પણ માત્રને માત્ર આપને સત્તાથી દૂર રાખવી અને તેમના ધારાસભ્યો ન બને તે માટે એડીચોટીનું જોર લાગી રહ્યું છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button