September 8, 2024
KalTak 24 News
Entrainment

આમિર ખાનની ગેરહાજરીમાં પુત્રી આઈરાએ કરી નાખી સગાઈ ! બોયફ્રેન્ડ સાથે લિપ કિસનો Video થયો વાયરલ

amirkhan daughter

બોલીવુડના (Bollywood) મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Aamir Khan) પુત્ર આઈરા ખાન (Aira Khan) ખુબ ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મોમાં કામ કરતી નથી પરંતુ પોતાની સોશિયલ મીડિયા (Social media) પોસ્ટ દ્વારા તે હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક ચોંકાવનારું પગલું ભર્યું છે.

વાત જાણે એમ છે કે તેણે બોયફ્રેન્ડ નુપુર શિખરે (Nupur peak) સાથે સગાઈ કરી લીધી છે. એટલું જ નહીં ભરી મહેફિલમાં બોયફ્રેન્ડ નુપુરને લિપ લોક પણ કર્યું. આ જોડીના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

આઈરા ખાને પોતાની અને નુપુર શિખરેની સગાઈ સંલગ્ન એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને લઈને બોલીવુડ હસ્તીઓ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા આઈરા ખાને લખ્યું કે “પોપાએ: તેણે હા પાડી દીધી છે. આઈરા: હા મે હા પાડી દીધી છે.” આઈરા ખાનની પોસ્ટ પર બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી, રોહમન શોલ, કૃષ્ણા શ્રોફ, ફાતિમા સના શેખ, હુમા કુરેશી, હેજલ કીચ, અને ગુલ્શન દેવૈયા જેવા અનેક સિતારાઓએ કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી.

કૃષ્ણા શ્રોફે આમિર ખાનની પુત્રી આઈરા ખાનના વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે આ ખુબ જ ક્યૂટ વસ્તુ છે. તમને અઢળક શુભેચ્છા બેબી ગર્લ. ફાતિમા સના શેખે આઈરા ખાનને શુભેચ્છા પાઠવતા લખ્યું કે આ ખુબ જ પ્યારી વસ્તુ છે. નુપુર શિખરે તમને ખુબ જ ફિલ્મો છો.

ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે આઈરા ખાન અને નુપુર શિખરે :

અત્રે જણાવવાનું કે આઈરા ખાન અને નુપુર શિખરે ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. આઈરા ખાને પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નુપુર શિખરેએ તેને એન્ઝાઈટી જેવી સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

સ્વરા ભાસ્કરે બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે કર્યા લગ્ન, સાઉથ ઈન્ડિયન લુકમાં જોવા મળી અભિનેત્રી,PHOTOS થયા વાયરલ

KalTak24 News Team

HAPPY BIRTHDAY/ 25 વર્ષ ની ઉંમરમાં 30 કરતાં પણ વધારે પ્રોજેક્ટ કરનારી શબ્દોની રાણી અને ગીતકાર છોકરી એટલે આપની દર્શિતા ઉપાધ્યાય…

Sanskar Sojitra

બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું 77 વર્ષે નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ

Sanskar Sojitra