Surat News: હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી વધુ એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઓલપાડ ના કીમ રેલ્વે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી કે જ્યાં પતિ-પત્ની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું.
પતંગનો દોરો ગળાના ભાગે વાગતા ગંભીર ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા શૈલેષભાઈ એસ. વસાવા (ઉ.37) પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી.
પીએમ અર્થ સીવીલ હોસ્પિટલ ખસેડાયો
ગળાના ભાગે ગંભીર ઈજા થતા શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેઓને સૌ પ્રથમ કીમ સ્થિત હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.ઉત્તરાયણ ના દોઢ મહિના અગાઉથી કાતિલ પતંગના દોરાનો કહેર સામે આવતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube