ગુજરાત
Trending

અરવલ્લી/ મોડાસા પાસે ટ્રકમાં લાગી ભીષણ આગ,ત્રણ લોકોના મોત,150થી વધુ ઘેટા-બકરા પણ જીવતા સળગ્યા

Aravalli: વીજ તારને અડકી જતા ટ્રકમાં આગ લાગી હતી. મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

Aravalli News: અરવલ્લીના મોડાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા છે. હાલ મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આખી ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

તો રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અરવલ્લીના મોડાસામાં ટ્રકમાં લાગી ભીષણ આગ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની બે ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.

Screenshot%202023 10 09%20115455

ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. વીજ તંત્રએ વીજ લાઈનને બંધ કરી તો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે આગમાંથી મૃતકોના ભડથું થયેલા મૃતદેહના અવશેષો બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

2a27b219a0ffcd9a4de8b70b44d501c5169683241603074 original

આ બનાવ અંગેની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર એક બાળક અને બે પુરુષોના મોત નિપજ્યાં છે. જ્યારે 150થી વધારે ઘેટાં-બકરાના પણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા