Amreli News: અમરેલી જિલ્લામાં સિંહો દીપડા વન્યપ્રાણીઓની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે, સિંહો-દીપડાઓ વાંરવાર માર્ગો ઉપર આવી જવાના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક સિંહોનો વીડિયો સામે આવ્યો છે. ગત મોડી રાતે લીલીયાના અંટાળીયા ગામ માર્ગ ઉપર એક સાથે 8 જેટલા સિંહનું ટોળું માર્ગ ઉપર આવી ચડતા બસ ચાલક દ્વારા બસની સ્પીડ ઘટાડી ઉભી રાખતા મુસાફરોને અચાનક સિંહ દર્શનનો લાભ મળ્યો હતો, જેનો બસમા સવાર લોકોએ સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે. અહીં લીલીયા સાવરકુંડલા હાઇવે ઉપર વાંરવાર આ સિંહ રાત્રીના સમયે અને વહેલી સવારે સિંહો હાઇવે ઉપર વધુ જોવા મળી રહ્યા છે.
અંટાળીયા ગામના માર્ગ પર 8 સિંહનું ટોળું આવી ચડ્યું
ગત મોડી રાતે લીલીયાના અંટાળીયા ગામના માર્ગ પર 8 સિંહનું ટોળું આવી ચડ્યું હતું. બસ ચાલક દ્વારા બસની સ્પીડ ઘટાડી ઉભી રાખતા મુસાફરોને અચાનક સિંહ દર્શનનો લાભ મળ્યો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે તપાસ હાથ ધરી
લીલીયા સાવરકુંડલા હાઇવે ઉપર વાંરવાર આ સિંહ રાત્રીના સમયે અને વહેલી સવારે સિંહો હાઇવે ઉપર વધુ જોવા મળી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube