Bhavnagar News: ભાવનગર (Bhavnagar) માં સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા છે. જ્યારે એક કિશોરીને બચાવી લેવામાં આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
મળતી વિગતો અનુસારભાવનગર શહેરના બોરતળાવ ( ગૌરીશંકર સરોવર)માં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી પાંચ બાળાઓ કપડા ધોવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતા તેની સાથે રહેતી અન્ય ચાર બાળકીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી. જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ પર ચાર બાળાઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીઓ પાણીમાં ન્હાવા પડી હતી, તે દરમ્યાન અચાનક ડૂબવા લાગી હતી. આ દ્રશ્યો જોઈને સ્થાનિક તરવૈયા તેમને બચાવવા માટે કૂદ્યા હતા. પરંતુ આ દુ:ખદ ઘટનામાં 4 બાળકીઓના મોત નિપજ્યા હતા, તો એકને બચાવી લેવામાં આવી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મૃતકોના નામ
૧. અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉ.વ.આ.૧૭ (ડેથ)
૨. રાશીબેન મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.૯(ડેથ)
૩. કાંજલબેન વિજયભાઈ જાંબુચા ઉ.વ.આ.૧૨(ડેથ)
૪. કોમલબેન મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.૧૩(ડેથ)
સારવાર હેઠળ
૧. કિંજલ મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.૧૨ (સારવાર હેઠળ)
ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોન પર માહિતી મળી હતી કે, બોર તળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતા ચારના મોત થયા છે જ્યારે એકનો જીવ બચી ગયો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube