September 20, 2024
KalTak 24 News
BharatGujarat

અયોધ્યા રામ મંદિર/વડોદરાથી મોકલવામાં આવેલી અગરબત્તી પ્રગટાવવામાં આવી,મહંત નૃત્યગોપાલદાસજી મહારાજની હાજરીમાં કરાયા શ્રીગણેશ,જુઓ વીડિયો

  • વડોદરાથી અયોધ્યા મોકલેલ 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી
  • નૃત્યગોપાલદાસજી મહારાજની હાજરીમાં અગરબત્તી પ્રગટાવાઈ
  • 3500 કિલો વજનની અગરબત્તી 12 હજાર કિમીનું અંતર કાપીને અયોધ્યા પહોંચાડી

Ayodhya Ram Mandir 108 Feet Agarbatti: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને આજથી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. બ્રહ્મ મૂહુર્તમાં તમામ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે. હવે સાત દિવસ સુધી અહીંયા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવશે. દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વિવિધ વસ્તુઓ મોકલવામાં આવી છે. ત્યારે ગુજરાતના વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે. જેને આજે પ્રગટાવવામાં આવી હતી.

વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા એક ધૂપ સળી બનાવમાં આવી છે. જેનું વજન 3500 કિલો અને 108 ફૂટ લાંબી 3 ફૂટ ના ઘેરાવા વાળી ધૂપ સળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઇ જવામાં આવી હતી. આજથી અયોધ્યા ખાતે વિધિવત કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતથી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી.

અગરબત્તી બનાવનારને અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો
આ અગરબત્તી બનાવીને રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આ ઐતિહાસિક ઘટના ના તેઓ સાક્ષી બનવા માંગે છે. આ અગરબત્તી પંચગવ્યમાંથી તૈયાર કરવામાં આવી છે. અને તેમાં 108 કુંડ યજ્ઞ માં વપરાતી હવન સામગ્રીનો ઉપયોગ કરી આ અગરબત્તી બનાવી છે. આ અગરબત્તીમાં ગુગળ ધૂપ – 376 કિલો, કોપરાનું છીણ – 376 કિલો, ગીર ગાયનું ઘી – 191 કિલો, જવ – 280 કિલો, તલ – 280 કિલો, હવન સામગ્રી – 450 કિલો, ગાયના છાણનો ભૂક્કો – 1475 કિલો ઉપયોગ કરી કુલ – 3428 કિલો કિલો વજનની આ અગરબત્તી બનાવવામાં આવી છે, આ અગરબત્તી બનાવવા પાછળ તેઓને પાંચ લાખનો ખર્ચ થયો છે. પરંતુ તેઓને આ અગરબત્તી ત્યાં પહોંચાડતા ટ્રાન્સપોર્ટ સહિત અન્ય અંદાજે 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે.

અગરબત્તી શ્રીરામને અર્પણ કરી પ્રજ્જવલિત કરવામાં આવી
વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખીને જાણ કરી છે. અયોધ્યા ટ્રસ્ટ મંડળને પણ જાણ કરી દીધી છે. આ સિવાય પ્રધાનમંત્રીને પણ પત્ર લખીને આ 108 ફૂટની અગરબત્તી અંગે જાણ કરી હતી. ભવ્ય શોભાયાત્રા કાઢીને આ અગરબત્તીને અયોધ્યા રામજન્મભૂમિ ખાતે લઇ જવામાં આવી હતી. આ અગરબત્તી અયોધ્યા શ્રીરામને અર્પણ કરી પ્રજ્જવલિત કરવામાં આવી હતી. આ અગરબત્તી તૈયાર કરવામાં સમગ્ર દેશના માલધારીઓ અને રામભક્તોએ સહયોગ આપ્યો છે.

આ અગરબત્તી વડોદરાના વિહા ભરવાડે તૈયાર કરી છે. તેમણે જણાવ્યું કે, આ અગરબત્તીનું વજન 3,610 કિલોગ્રામ છે અને તે લગભગ 3.5 ફૂટ પહોળી છે. તેને 376 કિલો ગુગ્ગુલુ (ગમ રેઝિન), 376 કિલો નારિયેળના છીપ, 190 કિલો ઘી, 1,470 કિલો ગાયનું છાણ અને 420 કિલો ધૂપની લાકડીઓ મિક્સ કરીને બનાવવામાં આવી છે.

 

 

Group 69

 

 

Related posts

ભાવેણા વાસીઓ માટે ખુશખબર TVS સોમ્યા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહાલોન કમ એક્સચેન્જ મેળોનુ આયોજન…

KalTak24 News Team

એક રાખી દેશ કે જવાનો કે નામ/ દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું મળશે રક્ષા કવચ..

KalTak24 News Team

2022 ની પીએમ મોદી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જશે, જાણો ક્યાં દેશોની મુલાકાત લેશે

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી