December 6, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 17 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા,જાણો આજનું રાશિફળ…

rashifal with vishnu bhagwan gujarati

Horoscope 17 January 2024, Daily Horoscope: 17 જાન્યુઆરી 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 17 January 2024 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારામાં નવી વસ્તુઓને જાણવાની ઇચ્છા રહેશે. થોડો સમય એકાંતમાં તથા આત્મચિંતન કરવામાં પસાર કરશો. પરિવારમાં વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. દિવસ ખૂબ જ થાક સાથે પસાર થશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે તમને કોઇ સારી સફળતા મળવાની છે. તમારાથી આ સમયે કોઇ ભૂલ થવાની શક્યતા છે. તણાવને હાવી થવા દેશો નહીં. પરિવારમાં યોગ્ય અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે. આ સમય માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ કલેક્ટ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે જેટલો વધારે પરિશ્રમ કરશો તેટલું જ અનુકૂળ પરિણામ પણ પ્રાપ્ત થશે. દૈનિક કાર્યોને શાંતિથી પૂર્ણ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પાસેથી સહયોગ મળશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે પાર્ટનરશિપને લગતા કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. તમારી દિનચર્યાને લગતા કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા લગાવીને ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇપણ મોટું રોકાણ કરતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનરનો પ્રોગ્રામ બનશે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી વિતેલી યાદો તાજા થશે. ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો. આ સમયે મહેનત પ્રમાણે પ્રતિફળ ઓછું મળશે. ધીમે-ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. વેપારમાં આજે કોઇ કામ પ્રત્યે વધારે મહેનતની જરૂરિયાત છે. કોઇ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે સંબંધોને મજબૂત જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. સંબંધો ગાઢ બનશે. તમે તે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો, જેની તમને ઇચ્છા હતી. પરિવારની જવાબદારીઓને નિભાવવામાં તમે સારી જીવનશૈલીનું ધ્યાન રાખશો.

 

આ પણ વાંચો:અમરેલી/ એશિયાની સૌથી વધુ જીવનાર સિંહણનું બનાવાયુ સ્મારક,જેણે અઢી દાયકામાં લીલીયા પંથકમાં પોતાનું સામ્રાજ્ય ખડું કર્યું,વાંચો રસપ્રદ અહેવાલ :VIDEO

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે તમારો વધતો વિશ્વાસ પણ તમને શાંતિ અને માનિસક સુખ આપશે. કોઇ નજીકના સંબંધી કે મિત્ર પાસેથી સામાન્ય વાતને લઇને મતભેદ થઇ શકે છે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું સાવધાન રહો. બુદ્ધિમત્તા, હોશિયારથી તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. સ્વાસ્થ્યને લગતી પરેશાની થઇ શકે છે. અયોગ્ય તથા બે નંબરના કાર્યોમાં રસ ન લેશો.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે તમારી સહનશક્તિમાં ઘટાડો ન આવવા દેશો. બપોર પછી સમય ખૂબ જ શાંતિપૂર્ણ અને અનુકૂળ છે. અન્ય માટે પ્રેરણાદાયી રહેશે. પારિવારિક જીવન ખૂબ જ સુખ-શાંતિ પૂર્ણ પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આ સમયે નજર રાખવાની જરૂરિયાત છે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આ સમયે કોઇપણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે. શારીરિક અને માનસિક થાક રહી શકે છે. ઘરેલુ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની કોશિશ કરશો.ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.

 

આજનું પંચાંગ
17 01 2024 બુધવાર
માસ પોષ
પક્ષ શુક્લ
તિથિ સાતમ
નક્ષત્ર રેવતી
યોગ શિવ
કરણ ગર સવારે 10:58 પછી વણિજ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

શુભાંક – આજનો શુભ અંક છે 8
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

 

 

Related posts

બોટાદ/ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

આજનું રાશિફળ/ 23 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની રહેશે વિશેષ કૃપા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

બોટાદ/‌ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો શણગાર તથા વિવિધ પ્રકારના શાકભાજીઓ (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા;હજારો ભક્તોએ કર્યો દર્શન

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News