November 21, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી;જાણી લો કેવા રહેશે નિયમો

Gujarat Teacher Recruitment 2024

Latest Gandhinagar News:  ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ મીટિંગ બાદ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ 7500 હાયર સેકન્ડરી માટે જાહેરાત કરવામાં આવી હતી. 24,700 નવીન શિક્ષકો માટે ભરતીની નિર્ણય કર્યો છે. પ્રિન્સિપાલ, ઉચ્ચતર માધ્યમિક,માધ્યમિક,પ્રાથમિક સહિતના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર , રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે.શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

Group 69

 

 

Related posts

સૌથી મોટા સમાચાર: 10 દિવસ બાદ દેવાયત ખવડનું પોલીસ સમક્ષ સરેન્ડર,ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી પૂછપરછ

KalTak24 News Team

સુરત: જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા,4 લોકો સવારે જાગ્યા જ નહીં, કારણ અકબંધ

KalTak24 News Team

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આજરોજ કિરણ મહિલા હોસ્ટેલનું થયુ ભૂમિપૂજન,૬૦ કરોડના ખર્ચે ૫૦૦ બહેનો માટે તૈયાર થશે કિરણ મહિલા ભવન

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..