September 8, 2024
KalTak 24 News
Business

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત સેન્સેક્સ 80 હજારને પાર,નિફ્ટીમાં પણ મોટો ઉછાળો

Stock market 03

Stock Market Today, Share Market News Updates: આજે સવાર શેર માર્કેટ ખુલતા જ નવો રેકોર્ડ બની ગયો છે. પ્રથમ વખત સેન્સેક્સ 80 હજારને પાર કરી ગયો છે. આ સાથે નિફ્ટી પણ રેકોર્ડ હાઈ 24292.15 પર ખુલ્યો છે. મંગળવારે ડોમેસ્ટિક માર્કેટમાં ઘટાડા બાદ આજે બિઝનેસ મજબૂત રહે તેવા સંકેત મળ્યા છે.

આજે સવારે સેન્સેક્સે લાઈફટાઈમ હાઈ લેવલ 80,039.22ના નવા શિખરને સ્પર્શ કર્યો હતો. આજે સવારે 9 વાગીને 30 મિનિટ પર સેન્સેક્સે 427 પોઈન્ટની તેજી સાથે 79,882 પોઈન્ટ સાથે બિઝનેસ કર્યો છે. નિફ્ટી 107.80 પોઈન્ટના વધારા સાથે 24,232 પોઈન્ટ પાસે છે.

BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1.75 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે એટલે કે માર્કેટ ખુલતા જ રોકાણકારોની સંપત્તિમાં 1.75 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી 20 ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ તેજી એચડીએફસી બેંક, કોટક બેંક અને જેએસડબ્લ્યૂ સ્ટીલમાં છે.

stock-and-share-market-news-july-3-2024-sensex-nifty-share-prices-latest-updates-356492

એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે

  • એશિયાઈ બજારમાં તેજી જોવા મળી રહી છે. જાપાનના નિક્કેઈમાં 0.88% ની તેજી છે. તાઈવાન વેટેડમાં 1.02% અને કોરિયાના કોસ્પીમાં 0.30% ની તેજી છે. હૈંગસેંગ 0.72% ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે, શંઘાઈ કંપોઝિટમાં 0.42% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
  • મંગળવારે અમેરિકી બજારમાં તેજી રહી. ડાઓ જોન્સ 162 (0.41%) અંક ચઢીને 39,331 પર બંધ થયો. NASDAQ 149.46 (0.84%) અંકોની તેજી સાથે 18,028ના લેવલ પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 33 (0.62%) અંક ચઢીને 5,509 પર બંધ થયો.
  • ફોરેન ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FIIs)એ મંગળવારે એટલે 2 જુલાઈના રોજ 2,000.12 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ 648.25 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા

વૈશ્વિક બજારોમાં તેજી

ઘરેલું શેર બજારને વૈશ્વિક બજારોથી સપોર્ટ મળી રહ્યો છે. મંગળવારે વૉલ સ્ટ્રીટ પર બધા ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.41 ટકા, એસએન્ડપી 500માં 0.62 ટકા અને નાસ્ડેકમાં 0.84 ટકાનો વધારો આવ્યો હતો. આજે એશિયાઈ બજારો પણ મજબૂત છે. શરૂઆતના વેપારમાં જાપાનનો નિક્કેઈ 0.84 ટકા છે, જ્યારે ટોપિક્સ 0.08 ટકા મજબૂત હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.26 ટકા અને કોસ્ડેક 0.5 ટકાના ફાયદામાં હતો. જોકે હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં શરૂઆતના સંકેત આપી રહ્યો હતો.    

આજથી બે IPO ખુલ્યા

આજે 2 પ્રારંભિક જાહેર ઑફર્સ એટલે કે IPO શેર માર્કેટમાં લિસ્ટિંગ માટે ખુલ્યા છે. જેમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સમાવેશ થાય છે. રિટેલ રોકાણકારો 5 જુલાઈ સુધી બંને કંપનીઓના IPO માટે બિડ કરી શકશે.

મંગળવારે આવ્યો હતો સામાન્ય ઘટાડો

આ પહેલાં મંગળવારે ઘરેલું બજારમાં હળવો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ નજીવા 34.73 અંક (0.044 ટકા) ઘટીને 79,441.45 અંક પર રહ્યો. જ્યારે એનએસઈ નિફ્ટી 18.10 અંક (0.075 ટકા) સરકીને 24,123.85 અંક પર બંધ થયો. તે પહેલાં બજારે આ જ સપ્તાહમાં નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સે 79,855.87 અંક અને નિફ્ટી50એ 24,236.35 અંકના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું.

 

Group 69

 

 

Related posts

ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન,વડાપ્રધાનશ્રીએ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

KalTak24 News Team

1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો,આધાર, આઈટી સહીતના બદલાવોનું લિસ્ટ તાત્કાલિક વાંચી લો,નહીંતર પડશે મુશ્કેલીઓ

KalTak24 News Team

રિઝર્વ બેંકે આપી મોટી રાહત: 2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ લંબાવી, હવે આ તારીખ સુધી બદલાવાઈ શકાશે નોટ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી