December 6, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આજરોજ કિરણ મહિલા હોસ્ટેલનું થયુ ભૂમિપૂજન,૬૦ કરોડના ખર્ચે ૫૦૦ બહેનો માટે તૈયાર થશે કિરણ મહિલા ભવન

Bhoomipujan of Kiran Mahila Bhawan by Saurashtra Patel Samaj in Surat in Today
  • સૌરાષ્ટ્રવાસી પાટીદાર સમાજની ભાવનાને બિરદાવતા સ્વામી સચ્ચિદાનંદજી
  • મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર માટે જે. કે. સ્ટાર તરફથી સહયોગ
  • વિશાળ વાંચનાલય તથા પુસ્તકાલયના નામકરણ માટે જયંતીભાઈ બાબરીયાનું દાન

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat:શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં મહિલા હોસ્ટેલ કિરણ મહિલા ભવનનું સ્વામી સચ્ચિદાનંદજીની ઉપસ્થિતિમાં થયેલ ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત વિધિમાં મોટી સંખ્યામાં દાતા મહાનુભવો તરફથી આર્થિક સહયોગ જાહેર થયેલ છે. રવિવારે સવારે ૯:૦૦ કલાકે વરાછા-કામરેજ રોડ ઉપર સમાજ અગ્રણી લવજીભાઈ બાદશાહના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે આશીર્વચન આપતા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીએ જણાવ્યું હતું કે, સંસારના સુખનો આધાર સ્ત્રી છે. સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે અને ધારે તો નર્ક બનાવી શકે. સ્ત્રીનું ભણતર, ગણતર અને ઘડતર કરવું જોઈએ. વર્તમાન સમયમાં મહિલાનું શિક્ષણ વધ્યું છે. હવે મહિલા આગળ આવી છે એટલે ગણતર પણ વધ્યું છે. પરંતુ સૌથી મહત્વની બાબત ઘડતરની છે. તે દિશામાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રે કાર્ય કરવું જોઈએ.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન નિર્માણની પ્રવૃત્તિને તેઓએ બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આટલા બધા દાતાશ્રીઓના દર્શન માત્ર સુરતમાં જ થઈ શકે. પાટીદાર સમાજની ઉમદા ભાવનાને તેમણે બિરદાવી હતી. નિર્માણ પામનાર કિરણ મહિલા ભવનમાં મૂકવામાં આવનાર સરદાર સાહેબની દીકરી મણીબેન પટેલની પ્રતિમા મૂકવાની વાતને સ્વામીજીએ બિરદાવી હતી. પિતા માટે દીકરીના સમર્પણને યાદ કરી સમાજે તેની નોંધ લીધી તે માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી અને મુખ્ય નામકરણ દાતાશ્રીઓને સરદાર સાહેબના વિવિધ પ્રસંગોના ચિત્રો ભેટ આપ્યા હતા. તે પેઈન્ટિંગ કરનાર શ્રી મનસુખભાઈ બાદલગઢ અને શ્રી આર.કે. નું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંગે સ્વામીજીએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

૧૦૦૦ ભાઈઓ માટે જમનાબા પવનનું નિર્માણ કાર્ય પૂરું થવામાં છે. ત્યારે, પટેલ સમાજ તરફથી ૫૦૦ બહેનો માટે હોસ્ટેલ તથા મહિલા તાલીમ કેન્દ્ર સહિતની સુવિધાઓ સાથે કિરણ મહિલા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે. સુરતમાં સમાજના ગૌરવ રૂપ બંને પ્રોજેક્ટ માટે દાતાશ્રીઓના અમૂલ્ય સહકાર અને પ્રોત્સાહનની સહદય થી નોંધ સાથે સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા એ સર્વોને આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા કિરણ મહિલા ભવનના નામકરણના દાતા કિરણ જેમ્સ ના શ્રી વલ્લભભાઈ એસ. લખાણી તથા શ્રી બાબુભાઈ લાખાણી નું સહપરિવાર અભિવાદન કરાયુ હતું.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

કિરણ મહિલા ભવનમાં ઉચ્ચ અભ્યાસ કરતી બહેનો તથા વર્કિંગ વુમન્સને રહેવા માટે સુવિધાઓ મળશે તે ઉપરાંત, બહેનોને રોજગારલક્ષી મદદરૂપ થવા જે. કે. સ્ટાર ના અગ્રણી શ્રી શૈલેષભાઈ પી. લુખી તથા નંદેશભાઈ લુખી તરફથી જે. કે. સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર માટે નામકરણ માટે સહયોગ મળેલ છે. વાંચનાલયની સુવિધા માટે જયંતિભાઈ એકલારા વાળા તરફથી સહયોગ મળેલ છે. ભોજનાલયના નામકરણના દાતા શ્રી મનુભાઈ જીયાણી સહિત સર્વે દાતાશ્રીઓ નું અભિવાદન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ, રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને સુરતના મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમાજલક્ષી આ હોસ્ટેલ પ્રોજેક્ટને શુભેચ્છાઓ પાઠવી હતી. ખૂબ મોટી વસ્તી ધરાવતા પાટીદાર સમાજ નવી પેઢીને માટે અને સમાજની એકતા અને ઉત્કર્ષ માટે જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન ઉપયોગી કેન્દ્ર બનશે.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

હોસ્ટેલ ઉપરાંત, અનેક સુવિધાઓ સાથે નિર્માણ પામનાર કિરણ મહિલા ભવનની ખાતમુહૂર્ત વિધિ આલીધ્રા એન્જિનિયરિંગના શ્રી ચંદ્રકાંતભાઈ સી. ગોંડલિયાના હસ્તે કરવામાં આવી હતી. હંસરાજભાઈ ગોંડલીયા પરિવાર જમનાબા ભવનના મુખ્ય નામકરણ દાતા છે.

ગંગા સ્વરૂપ બહેનો ના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હંમેશા સામાજિક જાગૃતિ માટે પ્રયાસો થતા હોય છે. બહેનો માટે બહુ હેતુ આ કિરણ મહિલા ભવનના ભૂમિ પૂજન સમારોહનો પ્રારંભ સમાજથી ઉપેક્ષિત થતી ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિથી થયો હતો. સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી કે. ડી. વાઘાણીના ધર્મપત્ની શારદાબેન, દેવજીભાઈ ભતવદર ના ધર્મપત્ની સમજુબેન ગાબાણી, જયાબેન જે. પી. ઠેસિયા તથા વૈશાલી જેમ્સ વાળા લીલીબેન બટુકભાઈ પટોળિયાના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરી પટેલ સમાજે સમાજ જાગૃતિ નો સંદેશ આપ્યો છે. જેને સ્વામી સચ્ચિદાનંદજીએ બિરદાવ્યો હતો.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

આ પ્રસંગે શ્રી વલ્લભભાઈ પી. સવાણી, તુષારભાઈ ઘેલાણી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી મનહરભાઈ કાકડિયા, શ્રી રમેશભાઈ ગજેરા, શ્રી મથુરભાઈ સવાણી, શ્રી વસંતભાઈ ગજેરા સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ થી મોટો સહયોગ

સુરતમાં ઉભી થનારી મહત્વની સુવિધા માટે અમદાવાદથી પટેલ સમાજના અગ્રણીઓએ ઉત્સાહભેર સહયોગ આપેલ છે. અમદાવાદના શ્રી રવજીભાઈ વસાણી, શ્રી ગુણવંતભાઈ સોજીત્રા, શ્રી ધરમશીભાઈ મોરડીયા, શ્રી નાગજીભાઈ શિંગાળા અને શ્રી ઘનશ્યામભાઈ ભાલાળા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી આર્થિક સહયોગનો સંકલ્પ કર્યો હતો.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

અંકલેશ્વર વડોદરા થી પણ ઉત્સાહભેર સહયોગ

અંકલેશ્વર થી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી હસમુખભાઈ દુધાત સહિત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચંદુભાઈ કોઠિયા, ચંદ્રેશભાઈ દેવાણી, કલ્પેશભાઈ કોઠિયા, અને શ્રી ભૂપતભાઈ રામોલિયા સહિત મહાનુભાવોની હાજરી નોંધનીય હતી. વડોદરા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી પી. પી. કાનાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી પટેલ સમાજના પ્રમુખશ્રી મધુભાઈ કથીરિયા અને અગ્રણીઓ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

કે. પી. જી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી જગદીશભાઈ પટેલ, બિન અનામત આયોગના પૂર્વપ્રમુખ શ્રી હંસરાજભાઈ ગોંડલીયા તેમજ સરદારધામ, સુરતના પ્રમુખ જયંતીભાઈ નારોલા, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ શંકર, સુરત ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ શ્રી જગદીશભાઈ ખૂંટ, વડોદરા સરદાર પટેલ સંકુલના પ્રમુખ શ્રી રમેશભાઈ મેંદપરા અને રાજકોટ થી ખોડલધામ ના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ટીલારા વગેરે એ કિરણ મહિલા ભવનના ભૂમિપૂજન પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

બહેનો માટે ઉભી થનારી વિશાળ તક

કિરણ મહિલા ભવન નિર્માણ થી સુરત સહિત રાજ્યભરમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજની બહેનો માટે કારકિર્દી ઘડતર અને રોજગાર માટે ઉત્તમ તક અને સુવિધા ઊભી થશે બાંધકામ સમિતિના શ્રી ધીરુભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, માત્ર ૧૮ મહિનામાં ભવન નિર્માણ કાર્ય પૂર્ણ થશે. તેમાં અનેક વીધ સુવિધાઓ સાથે સરદાર સાહેબની દીકરી મણીબેન પટેલની પ્રતિમા મૂકવામાં આવશે. સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડૂક, ખજાનચી શ્રી મનહરભાઈ સાસપરા તથા સહમંત્રી કાંતિભાઈ ભંડેરી વગેરે ટ્રસ્ટીશ્રી સર્વોને આવકારી સ્વાગત કર્યું હતું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ વેકરીયાએ આભાર વિધિ કરતા જણાવ્યું હતું કે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ઐતિહાસિક કાર્ય થયું છે. પાટીદાર સમાજની ભાવી પેઢી હંમેશા યાદ રાખશે અને લાભ મેળવશે. ત્યારે દાતાશ્રીઓનો સહયોગ અને કાર્યકર્તાઓની મહેનત સુદ્રઢ સમાજ નિર્માણ માટે અતિ ઉપયોગી થશે. તે નોંધ સાથે સર્વો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat

આ પણ વાંચો:

 

 

 

Related posts

BREAKING NEWS : વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા બેનરો,બેનરો માં શું લખવામાં આવ્યું છે ?

Sanskar Sojitra

બોટાદ/‌ શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર એવમ્ 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો;હજારો ભક્તોએ કર્યો દર્શન

Sanskar Sojitra

બહેનપણીના મિત્ર સાથે સંબંધ બંધાયા બાદ બાળકનો જન્મ થયો,જન્મતાની સાથેજ નવજાતને નીચે ફેંક્યુ જુઓ CCTV

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News