September 20, 2024
KalTak 24 News
Bharat

સુપ્રીમ કોર્ટ તરફથી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો,કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે;સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરજી ન સ્વીકારી

Arvind kejariwal news

Arvind Kejriwal Bail News: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડ્રિંગ મામલે આરોપી કેજરીવાલની આરોગ્ય તપાસ માટેની અંતરિમ જામીનને 7 દિવસ વધારવાની માગની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં હવે અરવિંદ કેજરીવાલે 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવું પડશે.

સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ આ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે 17 મેના રોજ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. તે દિવસે સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની પરવાનગી આપી હતી. તેથી અરજીની સુનાવણી થઈ શકે તેમ નથી.

કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે, કોર્ટે કેજરીવાલને ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.

કેજરીવાલે વચગાળાના જામીન વધારવાની માંગ કરી હતી

સોમવારે દિલ્હીના સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ ટેસ્ટ માટે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી હતી. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમની ધરપકડ બાદ તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે. એટલું જ નહીં તેમનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં આ લક્ષણો કોઈ ગંભીર બીમારીના હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં તેમને આ તપાસ માટે 7 દિવસનો સમય આપવો જોઈએ.

મંગળવારે કેજરીવાલે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જો કે, વેકેશન બેન્ચે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીને કહ્યું કે તેઓ સુનાવણી માટે ચીફ જસ્ટિસને વિનંતી કરે.

કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા

કોર્ટે કેજરીવાલ દ્વારા મોડી અરજી દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ એએસ ઓકની બેન્ચે કહ્યું કે, મુખ્ય મામલામાં આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી?

 

 

Group 69

 

 

Related posts

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન, ઘણા સમયથી હતા બીમાર;પદ્મ વિભૂષણથી સન્માનિત પણ થયા હતા

KalTak24 News Team

Bharat Ratna: પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી કરાશે સન્માનિત,PM મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

KalTak24 News Team

‘અમારે ત્યાં બાળક જન્મતા જ ‘આઇ’ બોલે અને AI પણ’, બિલ ગેટ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં PM મોદીએ શું ચર્ચા કરી, જુઓ Video

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી