Anant Ambani and Radhika Merchant Wedding Date: હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં યોજાઈ રહ્યું છે. ત્યારે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ડેટ અને સ્થળને લઈને મહત્ત્વની જાણકારી સામે આવી છે.
માહિતી મળી રહી છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના બીકેસી સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. તેમના લગ્ન પારંપરિક હિંદુ વૈદિક રીતિથી થશે. મુખ્ય વિવાહ સમારોહ શુક્રવાર, 12 જુલાઈના રોજ શુભ વિવાહ સમારોહ સાથે શરૂ થશે. શનિવારે 13 જુલાઈના રોજ શુભ આશીર્વાદનો દિવસ હશે. રવિવાર 14 જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા વેડિંગ રિસેપ્શન હશે.
Anant Ambani and Radhika’s Wedding to be held in Mumbai on 12th July at the Jio World Convention Centre in BKC. Wedding to be performed in accordance with the traditional Hindu Vedic way.
The main wedding ceremonies will start on Friday, 12th July with the auspicious Shubh… pic.twitter.com/YKnaAIAs7o
— ANI (@ANI) May 30, 2024
જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં વિશ્વભરના ફેમસ સેલેબ્રિટીસ સામેલ થયા હતા. જ્યારે હાલમાં બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં યોજાઈ રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube