BJP Manifesto For 2024 Election: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘મોદી કી ગેરંટી’ નામથી ઘોષણાપત્ર જારી કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ગરીબ, યુવાન, અન્નદાતા (ખેડૂત) અને નારી પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા.
જાણો ભાજપના ચૂંટણી ઘોષણાપત્રની મોટી વાતો
- રોજગારની ગેરંટી
- 2036માં ઓલમ્પિકની યજમાની
- 3 કરોડ લખપતિ દીદી
- મહિલા અનામત લાગુ થશે
- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીશું
- માછીમારો માટે યોજના
- OBC-SC-STને દરેક ક્ષેત્રમાં સમ્માન
- અયોધ્યાનો વધુ વિકાસ કરીશું
- વિશ્વભરમાં રામાયણ ઉત્સવ મનાવવામાં આવશે
- ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે
- ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે
- વન નેશન, વન ઇલેક્શન લાગુ થશે
- રેલ્વેમાં વેટિંગ લિસ્ટની સમસ્યાને દૂર કરવામાં આવશે
- પૂર્વોત્તર ભારતનો વિકાસ થશે
- AI, સેમી કંડક્ટર અને સ્પેસ ક્ષેત્રમાં વિકાસ કરાશે
- UCC લાગુ કરાશે
- 3 કરોડ નવા ઘર બનાવવામાં આવશે
- તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- વિજળી બિલ ઝીરો કરવાની દિશામાં કામ કરીશું. પીએમ સૂર્યઘર વિજળી યોજના લૉન્ચ થશે.
- ઘરમાં મફત વિજળી, એકસ્ટ્રા વિજળીથી પૈસા પણ મળશે.
- મુદ્રા યોજનાની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે.
- દિવ્યાંગ સાથીઓને પીએમ આવાસ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
- ટ્રાન્સજેન્ડર્સને આયુષ્યમાન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
- ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેનની પરિયોજના શરૂ કરવામાં આવશે.
- પેપર લીક કાયદાની ગેરંટી
- હર ઘર નલ સે જલ યોજનાનું વિસ્તરણ.
- સરહદ પારથી ઘૂસણખોરી પર કડક કાર્યવાહી.
- દરેક ગરીબને કાયમી ઘર આપવાની યોજના ચાલુ રહેશે.
- સ્વાનિધિ યોજનાને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે.
- દરેકને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.
- માછીમારો માટે વીમા યોજના.
- રાષ્ટ્રીય લઘુત્તમ વેતનની સમીક્ષા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube