રાષ્ટ્રીય
Trending

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! વિશ્વની નજર ભારત પર,આ રીતે સોફ્ટ લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો

Chandrayaan 3 Landing Live Streaming: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. આખો દેશ ચંદ્રયાન-3 માટે ઉત્સાહથી ભરેલો છે. 140 કરોડ ભારતીયો સહિત સમગ્ર વિશ્વની નજર મૂન મિશન (ISRO મિશન મૂન) પર ટકેલી છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

આ ઉપરાંત, સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 ના ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ લેન્ડિંગ’ ના આ ક્ષણની રાહ જોઈ રહ્યું છે. ત્યારે જાણો આ ઐતિહાસિક ક્ષણનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?. ઈસરો સાંજે 5:20 વાગ્યે તેના કેન્દ્ર પરથી ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. ચાલો જાણીએ કે તમે ચંદ્રયાન-3 મિશનના લાઈવ અપડેટ્સ(Chandrayaan-3 Landing Live Streaming) ક્યાં અને કેવી રીતે જોઈ શકશો.

ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ 23 ઓગસ્ટ, 2023ના રોજ 17:20 કલાકથી શરૂ થશે. લાઈવ કવરેજ ઈસરોની વેબસાઈટઈસરોની યુટ્યુબ ચેનલઈસરોનું ફેસબુક પેજ અને ડીડી નેશનલ ટીવી ચેનલ સહિત ઘણા પ્લેટફોર્મ્સ પર લાઈવ જોઈ શકાશે.

ઈસરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચંદ્રયાન મિશનમાં સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો હવે ચંદ્ર પર પહોંચવાની અને ત્યાં બેઝ બનાવવાની હોડમાં છે. આની પાછળ મૂન ઈકોનોમી છે. જેમાં અવકાશમાં વેપારની નવી તકો છે.

ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય સુરક્ષિત-સોફ્ટ લેન્ડિંગ છે. લેન્ડિંગની પહેલી 17 મિનિટ ખૂબ જ ખાસ હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છેલ્લી 17 મિનિટમાં શું થશે.

 

લેન્ડિંગ મોડ્યુલને ઉતારવાના સ્ટેપ

  • સ્ટેપ 1: આ સ્ટેપમાં વાહનની સપાટીથી 30 કિમીનું અંતર ઘટીને 7.5 કિમી થઈ જશે.
  • સ્ટેપ 2: આમાં સપાટીથી અંતર 6.8 કિમી સુધી લાવવામાં આવશે. આ સ્ટેપ સુધીમાં વાહનનો વેગ 350 મીટર પ્રતિ સેકન્ડ રહી જશે, એટલે કે શરૂઆતની સરખામણીમાં લગભગ સાડા ચાર ગણો ઓછો હશે.
  • સ્ટેપ 3: આમાં વાહનને ચંદ્રની સપાટીથી માત્ર 800 મીટરની ઉંચાઈ પર લાવવામાં આવશે. અહીંથી બે થ્રસ્ટર એન્જિન તેને ઉતારશે. આ સ્ટેપમાં વાહનનો વેગ શૂન્ય ટકા સેકન્ડની ખૂબ નજીક પહોંચી જશે.
  • સ્ટેપ 4: આ સ્ટેપમાં વાહનને સપાટીની 150 મીટર નજીક લાવવામાં આવશે. તેને વર્ટિકલ ડિસેન્ટ કહેવામાં આવે છે, એટલે કે વર્ટિકલ લેન્ડિંગ.
  • સ્ટેપ 5: આ સ્ટેપમાં વાહનમાં લાગેલ સેન્સર અને કેમેરાથી મળી રહેલ લાઈવ ઇનપુટ્સને પહેલાથી જ સ્ટોર કરેલા રેફરેન્સ ડેટા સાથે મેચ કરવામાં આવશે. આ ડેટામાં 3,900 તસવીરોનો પણ સમાવેશ થાય છે, જે ચંદ્રયાન 3 ની લેન્ડિંગ સાઇટના છે. આ સરખામણી પરથી નિર્ણય થશે કે ચંદ્રની સપાટીથી ઉપર જ્યાં લેન્ડર સ્થિત છે, ત્યાંથી સીધા સપાટી પર લેન્ડ કરવામાં આવે તો લેન્ડિંગ યોગ્ય રહેશે કે નહીં. જો એવું લાગ્યું કે લેન્ડિંગની જગ્યા અનુકૂળ નથી, તો તે સહેજ જમણી કે ડાબી તરફ વળશે. આ સ્ટેપમાં વાહનને ચંદ્રની સપાટીથી 60 મીટરની નજીક લાવવામાં આવશે.
  • સ્ટેપ 6: આ લેન્ડિંગનો આ છેલ્લો સ્ટેપ છે, જેમાં લેન્ડર સીધા ચંદ્રની સપાટી પર લેન્ડ થશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button