May 20, 2024
KalTak 24 News
Bharat

BJPનો મેનિફેસ્ટો જાહેર/ ભાજપે ‘મોદી કી ગેરંટી’ નામથી જારી કર્યું ઘોષણાપત્ર, જાણો પાર્ટીએ જનતાને કયા વચનો આપ્યા,VIDEO

BJP Manifesto

BJP Manifesto For 2024 Election: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘મોદી કી ગેરંટી’ નામથી ઘોષણાપત્ર જારી કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ગરીબ, યુવાન, અન્નદાતા (ખેડૂત) અને નારી પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા.

જાણો ભાજપના ચૂંટણી ઘોષણાપત્રની મોટી વાતો

 • રોજગારની ગેરંટી
 • 2036માં ઓલમ્પિકની યજમાની
 • 3 કરોડ લખપતિ દીદી
 • મહિલા અનામત લાગુ થશે
 • કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીશું
 • માછીમારો માટે યોજના
 • OBC-SC-STને દરેક ક્ષેત્રમાં સમ્માન
 • અયોધ્યાનો વધુ વિકાસ કરીશું
 • વિશ્વભરમાં રામાયણ ઉત્સવ મનાવવામાં આવશે
 • ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે
 • ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે
 • વન નેશન, વન ઇલેક્શન લાગુ થશે
 • રેલ્વેમાં વેટિંગ લિસ્ટની સમસ્યાને દૂર કરવામાં આવશે
 • પૂર્વોત્તર ભારતનો વિકાસ થશે
 • AI, સેમી કંડક્ટર અને સ્પેસ ક્ષેત્રમાં વિકાસ કરાશે
 • UCC લાગુ કરાશે
 • 3 કરોડ નવા ઘર બનાવવામાં આવશે
 • તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 • વિજળી બિલ ઝીરો કરવાની દિશામાં કામ કરીશું. પીએમ સૂર્યઘર વિજળી યોજના લૉન્ચ થશે.
 • ઘરમાં મફત વિજળી, એકસ્ટ્રા વિજળીથી પૈસા પણ મળશે.
 • મુદ્રા યોજનાની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે.
 • દિવ્યાંગ સાથીઓને પીએમ આવાસ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
 • ટ્રાન્સજેન્ડર્સને આયુષ્યમાન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
 • ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેનની પરિયોજના શરૂ કરવામાં આવશે.
 • પેપર લીક કાયદાની ગેરંટી
 • હર ઘર નલ સે જલ યોજનાનું વિસ્તરણ.
 • સરહદ પારથી ઘૂસણખોરી પર કડક કાર્યવાહી.
 • દરેક ગરીબને કાયમી ઘર આપવાની યોજના ચાલુ રહેશે.
 • સ્વાનિધિ યોજનાને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે.
 • દરેકને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.
 • માછીમારો માટે વીમા યોજના.
 • રાષ્ટ્રીય લઘુત્તમ વેતનની સમીક્ષા.

 

Group 69

 

 

Related posts

સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર કંગના રનૌતએ વળતો પ્રહાર,કોંગ્રેસ નેતાએ આપી સ્પષ્ટતા,જાણો પોસ્ટમાં શું હતું

KalTak24 News Team

BREAKING NEWS: શરાબ કૌભાંડમાં AAPના મોટા નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની EDએ કરી ધરપકડ

KalTak24 News Team

નાક દ્વારા આપવામાં આવતી કોરોનાની નેઝલ વેક્સીનની કિંમત નક્કી,જાણો કેટલો GST લાગશે અને કેટલો હશે હોસ્પિટલનો ચાર્જ?

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા