February 13, 2025
KalTak 24 News
BharatEntrainmentGujarat

National Film Awards 2024ની જાહેરાત,ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ એવોર્ડ, માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી;જાણો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ વિશે

announcement-of-national-film-awards-announced-gujarati-film-kutch-express-was-played-gujarati-actress-manasi-parekh-won-the-best-actress-award

70th National Film Awards: માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારો એ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા દિગ્દર્શક-અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’એ 2022માં તેની પૌરાણિક કથા આધારિત સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ જોઈ ત્યારથી જ લોકો તેને નેશનલ એવોર્ડ માટે ફેવરિટ ગણાવી રહ્યા હતા.

 


તો સાથે સાથે, મલયાલમ સિનેમાના દિગ્ગજ કલાકારોમાં ગણાતા અભિનેતા મામૂટીને પણ તેમની બે શ્રેષ્ઠ ફિલ્મો માટે ‘શ્રેષ્ઠ અભિનેતા’ શ્રેણીમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ફિચર ફિલ્મોમાં આ વખતે નેશનલ એવોર્ડ વિજેતાઓની યાદી આ છે:

એવોર્ડની યાદી:

  • બેસ્ટ ફીચર ફિલ્મઃ અટ્ટમ (મલયાલમ)
  • બેસ્ટ ડેબ્યુ ફિલ્મ બાય ડાયરેક્ટર: પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કાંતારા
  • બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ
  • બેસ્ટ ફિલ્મ (AVGC-એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક): બ્રહ્માસ્ત્ર
  • બેસ્ટ ડેરેક્શન: સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
  • બેસ્ટ એક્ટર (લીડ રોલ): ઋષભ શેટ્ટી (કાંતારા)
  • બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ): નિત્યા મેનન (તિરુચિત્રમ્બલમ)
  • શ્રેષ્ઠ અભિનેત્રી- માનસી પારેખ- કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
  • બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
  • બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ): નીના ગુપ્તા (ઉંચાઈ)
  • બેસ્ટ બાળ કલાકારઃ શ્રીપથ (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ)
  • બેસ્ટ ગાયક (મેલ): અરિજીત સિંહ (બ્રહ્માસ્ત્ર)
  • બેસ્ટ ગાયિકા (ફિમેલ): બોમ્બે જયશ્રી
  • બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ રવિ વર્મન (પોન્નિયન સેલ્વન)
  • બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ): અટ્ટમ (મલયાલમ)
  • બેસ્ટ સ્ક્રીનપ્લે (એડોપ્ટેડ):
  • બેસ્ટ સ્ક્રીનપ્લે (ડાયલોગ): (ગુલમોહર)
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ અનંત (પોન્નિયન સેલ્વન)
  • બેસ્ટ એડિટિંગ: અટ્ટમ (મલયાલમ)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન:
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન: નિકિ જોશી (કચ્છ એક્સપ્રેસ)
  • બેસ્ટ મ્યુઝિક ડેરેક્શન (ગીત): પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
  • બેસ્ટ સંગીત નિર્દેશન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન)
  • બેસ્ટ ગીતો:
  • બેસ્ટ કોરિયોગ્રાફી:
  • બેસ્ટ એક્શન ડિરેક્શન:
  • સ્પેશિયલ મેન્શન: ‘ગુલમોહર’ માટે મનોજ બાજપેયી, ફિલ્મ ‘કધિકન’ માટે સંગીત નિર્દેશક સંજય સલીલ
  • બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર
  • બેસ્ટ ફિચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2
  • બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલવાન
  • બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાઈસલ
  • બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ): અટ્ટમ
  • બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ): KGF ચેપ્ટર-2
  • બેસ્ટ ફીચર ફિલ્મ (મરાઠી):
  • બેસ્ટ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી

મુકેશ અંબાણીએ માનસી પારેખના કર્યા હતા વખાણ

ગયા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express) જોઈ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્મ માટે તેમણે અભિનેત્રી માનસી પારેખ ગોહિલ (Manasi Parekh Gohil)ને પણ બિરદાવી હતી. 

માનસી પારખીનું કરિયર

અભિનેત્રી અને નિર્માતા માનસી પારેખે 2004ની સીરીયલ કિતની મસ્ત હૈ જીંદગીથી ઓળખ મેળવી હતી. તેણીએ 2023ની ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં તેની મુખ્ય ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. ગુજરાતમાં જન્મેલી માનસી પારેખ અભિનેત્રી હોવા ઉપરાંત તે સિંગર પણ છે. તેણીએ 2005 માં સ્ટાર વનની ટેલિવિઝન શ્રેણી, ઇન્ડિયા કોલિંગ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. તે રિયાલિટી શો યા રોકસ્ટાર પણ જીતી ચૂકી છે. બાદમાં માનસીએ યે કૈસી લાઈફથી હિન્દીમાં પ્રવેશ કર્યો. તેણીએ કસૌટી જીંદગી કે, કાવ્યંજલિ, સાત ફેરે: સલોની કા સફર, સાથ નિભાના સાથિયા, સરસ્વતીચંદ્ર અને કસમ તેરે પ્યાર કી સહિતની ઘણી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે.

 

 

 

 

Related posts

પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, નહી તો નહી લડુ ચુંટણી: વિજય રૂપાણી

KalTak24 News Team

સુરત/ મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ ભભૂકી, ડ્રાઈવરની સતર્કતાથી 20 પેસેન્જરનો આબાદ બચાવ

KalTak24 News Team

અનોખા લગ્ન/ બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના સંદેશા સાથે વરરાજાની ભવ્ય એન્ટ્રી,કન્યા પક્ષે ઓર્ગન ડૉનેટના પ્લેકાર્ડ સાથે કર્યુ સ્વાગત,VIDEO

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં