December 27, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ-ગલગોટાના ફુલનો શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Salangpur-Hanumanji-A-large-number-of-devotees-visited-Srikashtabhanjandev-Hanumanji-on-the-day-of-Bhaibij-decorated-with-rose-galgota-flowers

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.03-11-2024ને રવિવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે.

આજે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે, ભાઈ બીજે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોશી વર્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાના સિંહાસને 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

PM મોદી આજે સૌરાષ્ટ્રમાં ગજવશે સભા, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

KalTak24 News Team

અરવિંદ કેજરીવાલ જેના ઘરે જમ્યા હતા તે રીક્ષાવાળો ભાજપનો ખેસ પહેરી PMની સભામાં પહોંચ્યો

KalTak24 News Team

બે વર્ષ બાદ સુરત ખાતે સમસ્ત સનાળીયા ગામ નું સોળમું સ્નેહમિલન યોજાયું,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં