December 27, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/ સાળંગપુરમાં નૂતન વર્ષનો પ્રારંભ અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો શણગાર, દર્શને ભક્તો ઉમટ્યા, દાદાને 5 હજાર કિલોની વિવિધ વાનગીનો છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો

Golden-Vagha-and-Flower-decoration-of-Shree-kashtabhanjan-Lord-Hanumanjis-on-the-occasion-of-New-Year-and-Saturday-768x432

Shri Kashtabhanjan Dada Golden Wagha Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીનું પાવન પર્વ આજથી વિક્રમ સંવત 2081નું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને નૂતન વર્ષના દિવસે પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે. આ સાથે જ દાદાના સિંહસને રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.

આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મહત્ત્વનું છે કે, આજે દાદાને 5 હજાર કિલોથી વધારે વિવિધ વાનગીનો અન્નકુટ ધરાવાશે. જેની આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરાશે.

હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, દાદાના દરબારમાંથી આપ સૌને જય શ્રીરામ અને જય શ્રીસ્વામિનારાયણ. આજે હનુમાનજી મહારાજને ભવ્યાતિભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો છે. 108 મીઠાઈ, 50થી વધુ ફરસાણ અને અનંત પ્રકારના શાકભાજી સાથે દાળભાત દાદાને અર્પણ કરવામાં આવ્યું છે. પાંચ હજાર કિલોથી વધારે આ અન્નકુટ હનુમાનજી મહારાજને જમાડી લાડલા ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. આજે દાદાના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે, અમારું જૂનું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ નવું વર્ષ આપ સૌને ગમે એવું જાય એવી પ્રાર્થના.

સુવર્ણ વાઘાની વિશેષતા

આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરત/ સંકલ્પ જીવનની શ્રેષ્ઠ શક્તિ છે જે માણસના સ્વપ્નો સાકાર કરે છે;વિચારોના વાવેતરમાં 82મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

સુરત/ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા,CM ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

KalTak24 News Team

‘ચાલો ખોડલધામ…’ નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાશે પદયાત્રા; ધ્વજારોહણનું કરાયું છે આયોજન

Sanskar Sojitra
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં