Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવકનું વજન આશરે 210 કિલો જેટલું હોવાથી ફાયર અને પોલીસ જવાનોની મદદથી ભારે જહેમત બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આર્થિક ભીંસથી આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં 43 વર્ષીય કલ્પેશ ચંદુભાઈ ભટ્ટ રહે છે. તેઓએ બંને હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરી હતી. બીજી તરફ ચંદુભાઈનું વજન આશરે 210 કિલો જેટલું હતું. તેઓને ચોથા માળેથી દાદર પરથી ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઇ શકતા ના હતા.
પોલીસથી પણ ન ઉંચકાયો
બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા અને બાદમાં કલ્પેશભાઈને ફાયર, પોલીસ સહીત 11 જેટલા લોકોએ મળીને તેઓને ઉચકીને ચોથા માળેથી નીચે ઉતાર્યા હતા અને 108ની મદદથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. આખરે ફાયર બ્રિગેડ દ્વારા ઝોળી બનાવી 6 ફાયરના જવાનો અને 5 પોલીસ જવાનો મળી કુલ 11 જવાનોએ ભારે જહેમત ઉઠાવીને કલ્પેશભાઈને ચોથા માળેથી ઉચકીને નીચે ઉતાર્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ચોથા માળેથી કલ્પેશભાઈને નીચે ઉતારવામાં ફાયરબ્રિગેડ અને પોલીસના જવાનોને પરસેવો છુટી ગયો હતો.કલ્પેશભાઈને દેવું વધી જતા માનસિક તાણમાં તેઓએ આ પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળ્યું હતું.
કલ્પેશ ભટ્ટના શરીરમાંથી વધુ લોહી વહી જતા પોતે અશક્તિ પણ અનુભવતા હતા. જેના કારણે તેઓ ચાલી શકતા નહોતા. ફાયર અને પોલીસે તેમને ચોથા માળેથી ઉતારવા માટે દોરી અને કાપડથી બાંધીવા પણ પડ્યા હતા. પછી સારવાર માટે લઈ જવાયા હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube
Sur