ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી,12 અને 13 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે છે માવઠું

- ગુજરાતનાં વાતાવરણમાં આવશે પલટો
- ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી
- ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં સામાન્ય વરસાદની સંભાવના
અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘મંડૌસ’ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે અને તે ચેન્નાઈથી લગભગ 480 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને કરિયાકલથી 390 કિમી દૂર છે. જેને પગલે ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા છે. જેના કારણે ચેન્નાઇ, ચેંગસપટ્ટૂ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કુડ્ડાલોર, રાનીપેટ, વેલ્લોર સહિત તિરૂવલ્લૂરની સ્કૂલ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થતાં હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંડસ ચક્રવાત અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડોપ્લર વેધર રડાર કરાઈકલ ચેન્નઈ ચક્રવાત પર નજર રાખી રહ્યું છે.
પુડુચેરીના મુખ્યમંત્રીએ તોફાન પહેલા તૈયારીઓની સમીક્ષા કરી અને તમામ એજન્સીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે.
ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના
IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, ગુજરાતમાં 24 કલાક બાદ 2થી 4 ડીગ્રી તાપમાન વધી જશે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સૂકું રહેશે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે. ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેશે.
સવારે ઠંડા અને સુકા તાપમાનથી ઘટાડો થઇ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બરના અંતમાં તો કડકડતી ઠંડીનો અહેસાસ થશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે, બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ‘મૈડૂસ’ ને કારણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. IMD મુંબઈના સુષ્મા નાયરે જણાવ્યું હતું કે, 48 કલાક પછી કોંકણ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, 24 કલાક પછી બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન ‘મૈડૂસ’ આવવાની સંભાવના છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp