Sri kashtabhanjan Dev Hanumanji decorated the Wagha and Throne with the theme of Srinathji Photos: ભગવાન શિવની આરાધનાના પર્વ શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે. આજે પહેલા મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી દાદાને વિશેષ શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને શણગાર કરાયો છે.
મહત્ત્વનું છે કે, આજે સવારે મંગળા અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો. આજે દાદાને 400 કિલો કેળાનો અન્નકુટ પણ ધરાવાયો છે.
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલાં સોમવારે શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. આ વાઘા અને શણગાર બનાવવા માટે ચાર લોકોને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. આ શણગાર અહીં કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે 400 કિલો કેળાનો અન્નકુટ ધરાવાયો છે. આ કેળા અમદાવાદથી મંગાવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube