ભારતીય ટીમના બોલક દીપક ચાહર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લાંબા રીલેશન બાદ તેઓએ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. આગ્રાના વાયુ વિહાર નિવાસી ચાહર અને જયાએ ફતેહાબાદ રોડના જેપી પેલેસમાં 7 ફેરા લીધા. આ પહેલા મંગળવારે મહેંદીની રસમ અને સંગીત સમારોહનું આયોજન કરાયું હતું.
ઘોડી પર જાન લઈને પહોંચ્યા ચાહર
વરરાજા દીપક ચાહર ઘોડી પર બેસીને બેન્ડ બાજાની સાથે હોટલ પહોંચ્યા છે. દીપકે સફેદ રંગની શેરવાની અને પાઘડી પહેરી છે. બેન્ડ બાજાની ધૂન પર દીપકના કાકાના દીકરા લેગ સ્પીનર રાહુલ ચાહર અને બહેન માલતી ચાહરે પણ ખૂબ ડાન્સ કર્યો છે.
રાતે 10 વાગ્યાથી શરૂ થઈ વિધિઓ
મળતી માહિતી અનુસાર રાતે 10 વાગ્યાથી વિવાહની વિધિઓ શરૂ થઈ. દુલ્હન જયા ભારદ્વાજે પણ શાનદાર ગેટઅપ લીધો. દીપક અને જયાના લગ્નમાં બંને પરિવાર સામેલ થયા અને તેઓએ આનંદ લીધો. જેપી પેલેસમાં દીપક અને જયાના લગ્નમાં શાહી તૈયારીઓ કરવામાં આવી હતી. દીપકના પિતા લોકેન્દ્ર સિંહ ચાહર, કાકા દેશરાજ ચાહર, ભાઈ રાહુલ ચાહર, બહેન માલતીની સાથે ખાસ મહેમાનોએ ડાન્સ પણ કર્યો.
આઉટફિટ મનીષ મલ્હોત્રાએ કર્યા હતા તૈયાર
આ પહેલા મહેંદી અને સંગીત સેરેમનીમાં દીપક ચાહર અને જયાનો દેસી અંદાજ લોકોને પસંદ આવ્યો છે. લગ્નને માટે દીપક ચાહર અને જયા ભારદ્વાજના આઉટફિટ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા છે. ચાહરના પરિવારે તેના ડ્રેસ સાથે મેચ કરતા થીમમાં વરઘોડામાં ભાગ લીધો.
યૂએઈમાં કર્યું હતું પ્રપોઝ
મળતી માહિતી અનુસાર દીપકે યૂએઈમાં આઈપીએલના ટેસ્ટમાં સ્ટેડિયમમાં જયાને પ્રપોઝ કર્યું હતું. આ પહેલા બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. આઈપીએલમાં પણ જયા અનેકવાર દીપકને ચિયર કરતી જોવા મળી હતી. જયાના ભાઈ સિધ્ધાર્થ બિગ બોસમાં જોવા મળ્યા હતા. તેઓ સ્પિલ્ટ્સવિલા સીઝન 2ના વિનર પણ રહી ચૂક્યા છે. તેઓએ અનેક ફોટો શૅર કર્યા છે. ચાહરને CSKએ આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે તે ઘાયલ થવાના કારણે સીઝનથી બહાર નીકળી ચૂક્યા હતા.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.