સ્પોર્ટ્સ
Trending

BIG NEWS : વરસાદને કારણે ભારત-પાકની મેચ કેન્સલ, આવતીકાલે રિઝર્વ ડેમાં રમાશે, જાણો કેટલા ઓવરની

Asia cup 2023: હાલમાં આ મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમત બંધ થઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવી લીધા હતા.

  • ભારે વરસાદને કારણે કેન્સલ થઈ ભારત-પાકની મેચ
  • આવતીકાલે રિઝર્વ ડેમાં રમાશે
  • 24.1 ઓવરથી આગળ વધશે મેચ
  • ભારતીય ટીમે 2 વિકેટમાં કર્યાં છે 147 રન 
  • કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ

Asia Cup 2023 IndVsPak: એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે 10 સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જોકે આજે પણ બન્ને દેશ વચ્ચેની મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. ભારે વરસાદને લીધે આજ પૂરતી મેચ મુલત્વી રાખવામાં આવી છે અને આવતીકાલથી મેચ 24.1 ઓવરથી આગળ રમાશે. જ્યારે મેચ વરસાદને લીધે અટકાવવામાં આવી ત્યારે ભારતનો સ્કોર રોહિત શર્મા અને શુભમન ગિલ એટલે કે બે વિકેટ ગુમાવી 147 રન થયા હતા અને 24.1 ઓવર પૂરી થઈ હતી. વિરાટ કોહલી 8 રને અને કેએલ રાહુલ 17 રન સાથે રમતમાં હતા.

ભારતની ઈનિંગ હવે 11 સપ્ટેમ્બરે (સોમવાર) ફરીથી આગળ વધશે

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, કોલંબોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને એશિયા કપ 2023ના સુપર-4ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રિઝર્વ ડેમાં ચાલી ગઈ છે. ભારતની ઈનિંગ હવે 11 સપ્ટેમ્બરે (સોમવાર) ફરીથી આગળ વધશે. ભારતે આજે 24.1 ઓવરની બેટિંગ કરી હતી. હવે આવતીકાલે આ જ પોઈન્ટથી ભારતની બેટિંગ શરૂ થશે. ભારત બે વિકેટ પર 147 રનોથી આગળ પોતાની ઈનિંગ વધારશે. આ અગાઉ પણ બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ રમાઈ હતી, જે વરસાદના કારણે રદ્દ થઈ હતી. મહત્વનું છે કે, આજની મેચ માટે ACCએ રિઝર્વ ડે રાખ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો હતો. મેચ દરમિયાન જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે આખું મેદાન કવરથી ઢંકાઈ ગયું હતું. આ પછી, જ્યારે વરસાદ બંધ થયો, ત્યારે મેદાનના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે તે રમવાની સ્થિતિમાં નહોતો.

આવી સ્થિતિમાં, ગ્રાઉન્ડ સ્ટાફ તે જગ્યાઓને સુકવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. આ પછી ફરીથી વરસાદ શરૂ થતાં અમ્પાયરોએ આજની રમત રદ કરીને મેચને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. હવે આ મેચ 11 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાં વરસાદને કારણે તેને રોકી દેવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાને આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ભારતીય ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. પાકિસ્તાને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારે હવામાન અને વરસાદની સંભાવનાઓ અંગે પણ કેપ્ટન રોહિત શર્માએ વાત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, વરસાદની સંભાવના અંગે વાત કરીને રોહિતે કહ્યું કે આ રમતની પ્રકૃતિ છે, જેના કારણે અમને તૈયાર થવામાં સમય મળશે અને અત્યાર અમે રમત વિશે વિચારી રહ્યા છે. બે ફેરફાર છે- બુમરાહનું ટીમમાં કમબેક થયું છે, શ્રેયસ ઐયરની જગ્યાએ ટીમમાં કેએલ રાહુલ રમશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા