March 25, 2025
KalTak 24 News
Gujarat

ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા સમયે જો નિયમ તોડ્યા તો આવી બન્યું સમજો, રાજકોટ પોલીસે શું કર્યું

  • રિલ્સ(Reels) બનાવવા નિયમો તોડવા પડી શકે ભારે, BRTS રૂટ પર વાહન ચલાવી વીડિયો પોસ્ટ કરતા કાર્યવાહી
રાજકોટમાં (Rajkot) બીઆરટીએસ રુટમાં બસની ઝડપ જળવાઇ રહે તે માટે કોરિડોરમાં એમ્બ્યુલન્સ (Ambulance in the corridor) અને પોલીસનાં વાહન સિવાય બીજા કોઇ પણ ખાનગી વાહન ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. તે બાદ એસ ટી બસ જેવી જાહેર સેવાઓને આ રુટમાં હંકારવાની પરમીશન આપવામાં આવી છે જ્યારે ખાનગી વાહન ચાલકો (Private motorists) માટે આ રુટનો વપરાશ કરવો તદ્દન નિયમ વિરુધ્ધ છે.
ઈસમે BRTS રૂટ પર કાર દોડાવી :
ઇન્સ્ટાગ્રામ રિલ્સ (Reels) બનાવવાના ચક્કરમાં રાજકોટમાં BRTS રૂટમાં નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે ત્યારે હવે નિયમોને તોડનારા લોકો ચેતી જજો, BRTS રૂટ પર વાહન ચલાવી વીડિયો પોસ્ટ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. 15મે ના રોજ રોકી સ્ટાર નામના ઇન્સ્ટા આઈડી પર BRTS રૂટમાં કાર હંકારી વીડિયો બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો જે વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને વીડિયો મૂકનારની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે.સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક ઈસમો નિયમો નેવે મૂકતાં હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

સુરતના જાગૃત યુવાન દ્વારા પોતાના જીવનના સાત મંગળફેરા સંગ સમાજને સપ્તપદીના 7 વચન-વાંચો અનોખી પ્રેરણારૂપી કંકોત્રી

Sanskar Sojitra

સુરતના માંગરોળમાં મોટી દુર્ઘટના-GIDCમાં ઝેરી ગેસના કારણે ગૂંગળાઈ જવાથી 4 કામદારોના મોત

KalTak24 News Team

એક રાખી દેશ કે જવાનો કે નામ/ દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું મળશે રક્ષા કવચ..

KalTak24 News Team