November 13, 2024
KalTak 24 News
GujaratReligion

KalTak24 Exclusive: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ટેન્ટ સિટી, ધર્મશાળા હાઉસફૂલ, હોટલો બુક; વડતાલમાં 9 દિવસનું ઘરભાડું રૂપિયા 15000થી લઈને 35000 સુધી પહોંચ્યું

1000643159

Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ : વડતાલધામમાં મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તા. 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સહભાગી બનવા એનઆરઆઇ સહિતના હરિભક્તો ઉમટી રહ્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે જ ટેન્ટ સિટી, આસપાસના વિસ્તારોની હોટલો, ધર્મશાળાઓ હાઉસફૂલ થઇ ગઇ છે. જેને લઇને હવે દૂરથી આવતા હરિભક્તો ગ્રૂપમાં વડતાલ અને અજીકના જોળ ગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે. હાલ વડતાલમાં 9 દિવસનું ઘર ભાડુ રૂા. 15 હજારથી લઇને 35 હજાર સુધી પહોંચ્યુ છે.

મહત્વનુ છે કે પ્રાપ્ત વિગતો મુજબ, વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા પ્રથમ દિવસે 3200થી વધુ એનઆરઆઇ આવી પહોંચ્યા છે. એ જ રીતે 22 હજારથી વધુ હરિભક્તોએ તમામ દિવસ સહભાગી થવાની નેમ સાથે 9 દિવસ રોકાવાની વ્યવસ્થા કરી લીધી છે. જેને લઇને 3 હજાર ટેન્ટ હાઉસફુલ થઇ ગયા છે.

બીજી તરફ નડિયાદ સહિતના નજીકના સ્થળોની હોટલોની રૂમો પણ બુક કરાઇ રહી છે. વડતાલમાં આવેલી ધર્મશાળાની 1200 રૂમ બુક થઇ ગઇ છે. જેને લઇને હવે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી આવતા હરિભક્તો મહોત્સવ સ્થળ નજીક એટલે કે વડતાલમાં જ રોકાવાની જગ્યાને પ્રાધાન્ય આપી રહ્યા છે.

જેના માટે વડતાલ અને નજીકના જોળ ગામમાં 110થી વધુ મકાનો ભાડે લેવાઇ ચૂકયા છે. જેનું ભાડુ 15 હજારથી લઇને 35 હજાર સુધી બોલાઇ રહ્યુ છે. જો કે હરિભકતો ગ્રૂપમાં રહેતા હોઇ પરવડી રહ્યુ હોવાનું જણાવી રહ્યા છે.

હાલ તો હરિભક્તો માત્ર સૂવા અને નહાવા ધોવા માટે મકાન રાખી રહ્યા છે. દિવસે અને રાત્રે મંદિર તરફથી જમવાની સુવિધા છે. જે લોકો ઘર ભાડે રાખી રહ્યા છે તેમને સૂવા માટે ગાદલાની સુવિધા અપાઇ રહી છે.

માત્ર સ્થાનિક વાહનોને એન્ટ્રી પાસ અપાયા

અત્યાર સુધી શનિ-રવિની રજામાં કે તહેવારોમાં ધમધમતુ વડતાલ હાલ અવરજવરથી ધમધમી રહ્યુ છે. જેને લઇને નગરમાં બહારના વાહનોને એન્ટ્રી અપાતી નથી. બહારના વાહનો પાર્કિંગમાં જ મૂકવા પડે છે. માત્ર સ્થાનિકોને જ વાહન લઇને નગરમાં પ્રવેશ અપાઇ રહ્યો છે.

મહોત્સવના પ્રથમ દિવસે દોઢ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. પ્રદર્શન જોવા રોજ લોકો આવતા હોવાથી નગરમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પંચાયતે સ્થાનિક રહીશોના વાહનો માટે પાસની વ્યવસ્થા કરી છે.

હરિભક્તોનો રૂમ શેરિંગનો કોન્સેપ્ટ, એક ઘરમાંથી 10થી વધુને આશ્રય

વડતાલધામમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી આવતા હરિભકતો પૈકી કેટલાક વડતાલ અને જોળમાં જ 9 દિવસ માટે ઘર ભાડે રાખી રહ્યા છે. જેનુ ભાડુ વધુ હોવાથી આખુ ગ્રૂપ જ એક ઘરમાં રહે છે. બધાને પરવડે તે માટે એક ઘરમાં 10થી 15 લોકો રોકાય છે. ઘરનો ઉપયોગ માત્ર સૂવા પૂરતો જ કરાય છે.

રોજ રાત્રે 12થી 3 સફાઇ અભિયાન

સામાન્ય રીતે લાખોની સ઼ખ્યામાં લોકો આવતા હોય અને ખાણી પીણી સહિતના સ્ટોલ લાગ્યા હોય તો કચરો થવાનો, જેને ધ્યાનમાં લઇ મંદિર તરફથી સફાઇ માટે આયોજન કરી દેવાયુ છે. રોજ રાત્રે 12 વાગ્યાથી 2200થી વધુ સ્વયંસેવકો માર્ગોની સફાઇમાં લાગી જાય છે. આ સફાઇ મળસ્કે 3 વાગ્યા સુધી હાથ ધરવામાં આવે છે. માર્ગો અને ગલીઓનો તમામ કચરો એકત્રિત કરીને નિકાલ કરાય છે.

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

PAAS દ્વારા પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા તિરંગા પદયાત્રાનું આયોજન,રાજકીય નેતા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા

Sanskar Sojitra

ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત CM પદના લેશે શપથ, આ ચહેરાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન, જુઓ સંપૂર્ણ યાદી

Sanskar Sojitra

Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ તમામ દર્શનાર્થીને બચાવી લેવાયા

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..