ગુજરાત
Trending

ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત CM પદના લેશે શપથ, આ ચહેરાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ સમીકરણોને પાછળ છોડીને રેકોર્ડ જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં ગુજરાતની ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે એટલે કે સોમવારે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ (Oath) લેશે. આવી સ્થિતિમાં હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કેબિનેટમાં અનુભવી ચહેરાઓની સાથે યુવાઓને પણ તક મળી શકે છે. આજે બીજી વખત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ
મહત્વનું છે કે, આજના શપથ ગ્રહણ સમારોહને મેગા શો બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલ આજે સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલની સાથે 20 જેટલા કેબિનેટ મંત્રીઓ પણ આજે શપથ લેશે અને બીજા જ દિવસે પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપની આગેવાની હેઠળના રાજ્યોના લગભગ 20 મુખ્યમંત્રી હાજરી આપશે.

મોડી રાત્રે ભીખુસિંહ પરમારને મંત્રી મંડળમા શપથ લેવા આવવા આમંત્રણ અપાયું
આજે ભૂપેન્દ્રભાઈ પટેલની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારનો રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ કારાયો છે. મોડી રાત્રે ભીખુસિંહ પરમારને મંત્રી મંડળમા શપથ લેવા આવવા આમંત્રણ અપાયું છે. ત્યારે જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન મળતા ભીખુસિંહના પરિવારજનોની સાથે સમર્થકોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા ભીખુસિંહ પરમારે પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જિલ્લામાં યુનિવર્સીટીની સ્થાપના થાય, સિવિલનું કામ બાકી કામો સત્વરે પૂર્ણ થાય તેમજ જિલ્લામાં નવા ઉદ્યોગો સ્થાપી લોકોને યુવાનોને રોજગારીની નવી તકો ઉભી થાય તેવા વિકાસ કામો કરવાની ખાત્રી આપી હતી. ભીખુસિંહ વહેલી સવારે તેઓના નિત્ય ક્રમ મુજબ પૂજા પાઠ કરી ગાંધીનગર જવા રવાના થયા હતા.

સંભવિત મંત્રીઓની યાદી
કુંબેરભાઈ ડિંડોર
બચુભાઈ ખાબડ
જગદીશ પંચાલ
પુરુષોત્તમ સોલંકી
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
પ્રફુલ પાનસેરીયા
કુંવરજી હળપતિ
હર્ષ સંઘવી
ઋષિકેશ પટેલ
કનુભાઈ દેસાઈ
રાઘવજી પટેલ
કુંવરજી બાવળિયા
બળવંતસિંહ રાજપૂત
મૂળુભાઈ બેરા
ભાનુબેન બાબરીયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપની વિક્રમી જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. CMની સાથે ભૂપેન્દ્ર પટેલ સરકારના ઘણા મંત્રીઓ પણ આજે શપથ લેવાના છે. આ સાથે ગુજરાતની નવી સરકાર આજે શપથ લીધા બાદ એક્શન મોડમાં આવશે. જણાવી દઈએ કે ઐતિહાસિક જીત બાદ ભાજપે શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ શપથ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શનિવારે જ અમદાવાદ પહોંચી ગયા છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button