November 21, 2024
KalTak 24 News
Sports

Retirement/ ’15:00 વાગ્યા પછી રિટાયર…’- ટીમ ઈન્ડિયાના ધુંઆધાર બેટ્સમેને લીધો સંન્યાસ;ધોનીની જેમ કહ્યું અલવિદા

KedarJadhavRetirement News

Kedar Jadhav Retirement: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેદાર જાધવે(Kedar Jadhav) નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 39 વર્ષીય કેદારે 3 જૂન (સોમવારે) સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી.તેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી રિટાયરમેન્ટની જાહેર કરી છે. કેદારે બપોરે 3 વાગ્યે આ પોસ્ટ કર્યું. કેદારે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

કેદાવ જાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રિટાયરમેન્ટ જાહેરાત કરતા લખ્યું કે, ‘મારી કારકિર્દી દરમિયાન તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. મને 3 વાગ્યાથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત માનો.’ કેદાર જાધવે ધોની સ્ટાઈલમાં નિવૃતિની જાહેરાત કરી છે. જાધવે વીડિયો શેર કર્યો છે અને તેમાં તેને કેટલીક તસવીરો શેર કરી છે અને તેને ‘જીંદગી કે સફર મેં ગુજર જાતે હૈ’ ગીત પણ એડ કર્યું છે.

કેદાર IPL પણ જીતી ચૂક્યો છે

કેદાર જાધવ (Kedar Jadhav Retirement)ભલે 2019નો વર્લ્ડ કપ રમ્યો હોય, પરંતુ તે 2023ના વર્લ્ડ કપમાં જોવા મળ્યો ન હતો. જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની વાત આવે છે, ત્યારે તેણે માત્ર નવ મેચ રમી હતી અને 123.23ના સ્ટ્રાઈક રેટથી માત્ર 122 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે કેદાર જાધવે 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટાઈટલ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે છેલ્લે IPL 2023 ના બીજા ભાગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. આ સમય દરમિયાન જાધવ જિયો સિનેમા માટે મરાઠી કોમેન્ટ્રી પણ કરી રહ્યા છે. એકંદરે, RCB અને CSK સિવાય, તે IPLમાં વધુ બે ટીમો દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો.

કેદાર જાધવે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘મારી કારકિર્દી દરમિયાન પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી હતી

વાસ્તવમાં, કેદાર જાધવની બોલિંગને સૌથી પહેલા પ્રસિદ્ધિ મળી જ્યારે રાઉન્ડ આર્મ એક્શન સાથે તેની સ્પિન બોલિંગનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો. એમએસ ધોનીનો તેની બોલિંગ એક્શન પર ટિપ્પણી કરતો વીડિયો હજુ પણ રીલ્સ દ્વારા ટ્રેન્ડમાં છે. પરંતુ કેદાર જાધવ તેની સ્થાનિક કારકિર્દીના દિવસોથી વિકેટકીપર તરીકે બોલિંગ કરી રહ્યો છે. તે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. ખાસ કરીને જો આપણે લિસ્ટ A કરિયરની વાત કરીએ તો તેણે તેની ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 36 વિકેટ, T20 મેચમાં કુલ 6 વિકેટ અને 2 વિકેટ ઝડપી છે.

કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામે પ્રથમ વનડે મેચ રમીને પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. તેને વનડેમાં કુલ 73 મેચમાં 1389 રન બનાવ્યા. આ દરમિયાન તેને 2 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી ફટકારી હતી. તેને વનડેમાં 27 વિકેટ પણ ઝડપ્યા હતા. જાધવે 9 ટી20Iમાં 122 રન પણ બનાવ્યા છે. તેને તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 8 ફેબ્રુઆરી 2020ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. કેદાર જાધવે આઈપીએલમાં 95 મેચમાં કુલ 1208 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 4 હાફ સેન્ચુરી ફટકારી છે.

કેદાર જાધવે વન ડે ઈન્ટરનેશનલમાં પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને 27 વિકેટ પણ લીધી. કેદાર જાધવે 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચથી તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેદાર જાધવે 20.33ની એવરેજથી 122 રન બનાવ્યા છે.

 

Group 69

 

 

Related posts

IND vs PAK: ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન,14મીએ પાકિસ્તાન સામે જામશે ખરાખરીનો જંગ,જુઓ VIDEO

KalTak24 News Team

ICC ODI World Cup 2023 Schedule/ICC ODI વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 8મી ઓક્ટોબરે પહેલી મેચ,જાણો સંપૂર્ણ શેડ્યૂલ

KalTak24 News Team

FIFAએ ભારતને આપ્યો મોટો ઝટકો, AIFFને કર્યું સસ્પેન્ડ, મહિલા વર્લ્ડકપની યજમાની પણ છીનવી

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..